અમરેલી જિલ્લા માં કલ્પસર સહયોગ સમિતિ ને ઠેર ઠેર જન સમર્થન ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને અગ્રણી ઓ દ્વારા તા૩૧/૭ ના રોજ અમરેલી શહેર તેમજ સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તાર ના અમૃતવેલ તેમજ ગ્રારિયાધાર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય ની ગુપ મીટીંગો મોડી રાત્રે સુધી ચાલી હતી
ગારીયાધાર શહેરી વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા સમર્થન રતનવાવ ગામે રાતે છેલ્લી મીટીંગ સુધી જોવો મળ્યો હતો સરકાર દ્વારા કલ્પસર ને પથરેખા નામે તાજેતર માં સ્વીકૃતિ આપી જે જવાબો રીચર્જ રિપોર્ટ જાહેર કર્યા તેની માહિતી સાથે સહયોગ સમિતિ દ્વારા જનજગૃતિ માટે સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને ઉપાડેલ અભિયાન માં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ધાર્મિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા અદમ્ય ઉત્સાહ દર્શાવતા લોકો દિવસ દરમ્યાન દરેક તાલુકા ના દૈનિક પંદર થી વીસ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં મીટીંગો કરી મિશન કલ્પસર ને સરકાર ઝડપી સ્વીકારી સૌરાષ્ટ્ર ની તરસી ધરા ને નવસાધ્ય કરવા કટિબદ્ધ બંને તે માટે કલ્પસર સહયોગ સમિતિ સૌરાષ્ટ્ર ભર માં પેપ્લેટ પોસ્ટર બેનરો શેરી નાટકો અને પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરૂ કરી
સાવરકુંડલા ગારીયાધાર અમરેલી શહેરી અને ગ્રામ્ય નો પ્રવાસ અને પ્રચાર ને વેગ આપતા કલ્પસર સહયોગ સમિતિ ને ઠેર ઠેર સમર્થન કરતા સૌરાષ્ટ્ર ના લોકો ને જલ હે તો કલ હે નો નારો આપતા સ્વામી માર્ગીયસ્મિતજી સહિત ના અગ્રણી ઓ દ્વારા સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને વીડિયો પ્રોજેક્ટર દ્વારા કલ્પસર યોજના સાર્થક થાય તો સૌરાષ્ટ્ર કેવું લાગે તેની રૂપરેખા દર્શાવતી કલ્પફિલ્મ નિષ્ણાંત વક્તા ઓ દ્વારા આંકડાકીય માર્ગદર્શન અનેક રોજગારી ઓ હરિયાળી ક્રાંતિ ને તાદ્રશ્ય કરાવતા નિષ્ણાંતો દ્વારા સૌરાષ્ટ્ર ભર નો પ્રવાસ કરતા કલ્પસર સહયોગ સમિતિ ના એક સાથે પચાસ થી વધુ મેમ્બરો ને ઠેર ઠેર સમર્થન આપતા સૌરાષ્ટ્ર ના અમરેલી ભાવનગર જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ધાર્મિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ પત્રકારો ખેડૂતો નાના મોટા ઉદ્યોગકારો મજૂર વર્ગ થી લઈ તવગરો સહિત ના ક્ષેત્રો દ્વારા કલ્પસર સહયોગ સમિતિ ને સમર્થન મળી રહ્યું છે.