બાળ મજુરી, સ્વાસ્થ્ય રક્ષણ સહિતના મુદ્દે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપાયું
માણાવદર તાલુકાના ગામે વર્ધમાન ટેક્ષટાઇલ લી. આયોજીત બી.સી.આઇ. પ્રોજેકટ અંતર્ગત મજુરી સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે મંજુરોને ખેતીમાં દવા છાંટતી વખતે તથા કપાસની વીણી વખતે શું શું સાવધાનીઓ રાખવી જોયે તેના વિષે માહીતી આપવામાં આવી હતી.
સામાજીક કાર્ય અંતર્ગત બાળ મજુરી વિશે માહીતી આપતા જણાવ્યું કે નાના બાળકો પાસે જોખમકારક કામો ન કરાવવા જેથી તેમનું શિક્ષણ સુધારી શકાય તથા તેના શરીરને માનસીક રીતે હાની ના પહોંચે બાળક મજુરી માટે ઓછામાં ઓછી ઉંમર ૧૪ વર્ષ જયારે જોખમકારક કામો માટે ૧૮ વર્ષથી વધુ ઉંમર હોવી જોઇએ.
ખેત મજુરોને દવા છાંટતી વખતે સ્વાસ્થ્ય ના રક્ષણ માટે અને સલામતિ માટે યોગ્ય સાધનો વાપરવા દવા છાંટકાવ કરનારી વ્યકિત જખ્મી અને અસ્વથ્ય ના હોય અને ઉમંર ૧૮ વર્ષથી ઉપરની હોય તેની કાળજી રાખવી જંતુનાશક દવાના છંટકાવ બાદ દવાના ખાલી ડબાઓનો ફરીથી ઉપયોગ ના થાય તે માટે તેને બાળી નાખવા અથવા ખાડામાં દાટી દેવા જેથી પર્યાવરણને નુકશાન ના થાય તેમ વર્ધમાન ગ્રુપના લલીતભાઇ ગર્ગે જણાવ્યું હતું.