“ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ભારત મિશન” તૈયાર કરેલ અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાશે…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્ટેબર માસના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે રાજકોટ શહરેના ક્લીનેથોન ઇવેન્ટને ખુલ્લી મુકવામાં આવેલ છે.
ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડીપાર્ટમેન્ટ તરફથી શરૂ થયેલ “સ્વચ્છ સર્વેક્ષણ”નો પાયાનો સિધ્ધાંત છે કે, સ્વચ્છતા અને તેના સિદ્ધાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર તેમજ જન-જન સુધી પહોંચે તેવા હેતુથી ઘન કચરા વ્યવસ્થા પણ અને “સ્વચ્છ ભારત મિશન” અંગેનો વિદ્યાર્થીઓ સમજી શકે તે માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. આ અભ્યાસક્રમ ટ્રેનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવેલ. જેના અનુસંધાને ૧૦ ડીસેમ્બર ૨૦૧૮ હ્યુમન રાઈડ્સ ડેના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનું નક્કી કરેલ છે.
જેના અનુસંધાને તા.૦૪/૧૨/૨૦૧૮ના રોજ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે મીટીંગ યોજાઈ. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડે.કમિશનર સી.કે. નંદાણી, સાશનાધિકારી દેવદલભાઈ પંડ્યા, ગ્રંથપાલ નરેન્દ્રભાઈ આરદેશણા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલના પ્રમુખ અજયભાઈ પટેલ, મહામંત્રી અવદેશભાઈ કાનગડ, કારોબારી સભ્ય મેહુલભાઈ પરવડા, પરિમલભાઈ પરવડા, જયદીપભાઈ જલુ, પુષ્કરભાઇ રાવલ, રાણાભાઇ ગોચીયા, તેમજ જુદી જુદી શાળાઓના સંચાલકો શાળા મંડળના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ.
આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે વિવિધ પ્રવુતીઓ હાથ ધરેલ. આ પરીક્ષામાં ૬૦,૦૦૦થી વધુ ધોરણ. ૫ થી ઉપરના વિદ્યાર્થીઓ એકી સાથે પરીક્ષા આપશે, તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ પરીક્ષા ૩૦ મીનીટની યોજાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ પરીક્ષામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ખુબ સહયોગ મળેલ છે.