સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇઆરપી સિસ્ટમ લાગુ કરવાનું પ્લાનિંગ
રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધિકારીઓની મિટિંગ લીધી હતી. આ મિટિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી અને સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ માંગ્યું છે ત્યારે અંજુ શર્મા આજે બપોરે ૩ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતિન પેથાણી સહિતના સાથે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશથી લઈને પરિણામ સુધીનું બધુ ઓનલાઈન માટે ઊછઙ સિસ્ટમ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે સુવિધા, નવા બાંધકામો સહિતના મુદ્દે પ્લાનિંગ રજૂ કર્યા હતા. જેમાં યુનિવર્સિટીના આગામી પાંચ વર્ષની રૂપરેખા રજૂ થશે. આગામી પાંચ વર્ષમાં નવું શું કરવું ? તેને લઈને અધિકારીઓ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીનું આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ રજૂ થયા બાદ રાજ્ય સરકાર સમયાંતરે તેનો રિપોર્ટ પણ માંગશે.