જીવદયા, પશુ કલ્યાણ, ગૌ સેવા અંગે અનેક મહત્વની ચર્ચા
ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ દ્વારા સમગ્ર ભારતમાં જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા આશયથી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. એનીમલ વેલફેર બોર્ડમાં નવનિયુક્ત અઘ્યક્ષ અને રીટાયર્ડ ઓફિસર એસ.પી.ગુપ્તાએ થોડા મહિનાઓ પૂર્વે ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ પાણી સાથે બોર્ડના ચેરમેન અને સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુલાકાતના ફોલોઅપ અંગે ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના અઘ્યક્ષ અને હરિયાણાના પૂર્વ મુખ્ય સચિવ એસ.પી. ગુપ્તાએ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં તેમની સાથે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ, યુ.પી. ગૌસેવા આયોગના અઘ્યક્ષ રાહુલ ગુપ્તા, રાકેશ ગુપ્તા, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના ડાયરેકટર્સ મિતલ ખેતાણી અને રાજેન્દ્રભાઇ શાહ, એનીમલ હેલ્પલાઇનના પ્રતિકભાઇ સંઘાણી, પંકજભાઇ બૂચ સહિતના અનેકો વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચેરમેન એસ.પી. ગુપ્તાએ ગૌચરની જમીનોના દબાણ હટાવવા અંગે વિશેષ ભાર મૂક્યો હતો. વધુમાં અઘ્યક્ષ આર.પી.ગુપ્તાએ જણાવેલ હતું કે ભારતનું એનીમલ વેલફેર બોર્ડ દુનિયાનું સૌથી વધુ મોટુ બોર્ડ છે. રખડતા પ્રાણીઓની જવાબદારી મ્યુ. કોર્પોરેશન અને પંચાયતની છે. કોઇપણ પશુ-પક્ષી પર જરાપણ ક્રુરતા થશે તે બોર્ડ ચલાવી લેશે નહીં. ગુજરાત રાજ્યની આ બાબતમાં પરિસ્થિતિ ખુબ સારી છે અને મુખ્યમંત્રી જીવદયા પ્રેમી વિજયભાઇ પાણીનો અભિગમ ખુબ હકારાત્મક છે. આ તકે એડબલ્યુઆઇના ચેરમેન એસ.પી.ગુપ્તાએ ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ પાણીને સમગ્ર દેશનો અત્યંત કડક ગૌહત્યા વિરોધી કાયદો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com