શહેરના અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ખાતે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જામનગર ક્રિકેટ એસોસિએશનના હોદેદારોની રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં સ્ટેડિયમ માં સ્વીમીંગ પુલ દુર કરવા સહિતના પ્રશ્ર્ને રજુઆત કરવામાં આવી હતી. ખેલાડીઓને ક્રિકેટની પ્રેકટીસ કરવામાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે. ખાસ તે મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. હોદેદારોની રજુઆત સાંભળી રાજયમંત્રીએ સરકારમાં રજુઆત કરવાની ખાત્રી આપી હતી.

શહેરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ક્રિકેટ બંગલો રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીઓ તથા જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશનના હોદેદારો સાથે બેઠક યોજી હતીઅને જામનગર ક્રિકેટ એસોસિયશનના હોદેદારો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અજયભાઈ સ્વાદીયા, ઉપ પ્રમુખ વિનુભાઇ ધ્રુવ, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સભ્યો સર્વ ભીખુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામસિંહ રાઠોડ, કિરીટભાઈ બૂધ્ધભટ્ટી, નરેન્દ્રસિંહ જાડેજા વગેરેએ મંત્રીને ક્રિકેટ મેદાનના ડેવલોપમેન્ટ અંગે વિવિધ રજૂઆતો તેમજ સૂચનો કર્યા હતા. જે અંગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મંત્રીએ જણાવ્યું હતું.

સાથે સાથે મંત્રી એ હેરીટેઝ ક્રિકેટ બંગ્લો તેમજ કચેરીની મુલાકાત લઈ સમગ્ર ગ્રાઉન્ડનુ નિરીક્ષણ કર્યુ હતું.બેઠકમાં શહેર અધ્યક્ષ વિમલ કગથરા, પી.આઈ. યુ. બ્રાન્ચના ચીફ એન્જિનિયર દિલીપભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર જે.આર. પટેલ, સેકશન ઓફિસર આઈ.સી. પટેલ ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.