જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જસદણ તાલુકાની મોડેલ સ્કુલ ખાતે થનાર છે, જયારે રાજકોટ શહેરની ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ૧૫ મી ઓગષ્ટ –સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે. શહેરીકક્ષાના આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ધ્વજ વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમોની વિવિધ કૃતિઓ, બેઠક વ્યવસ્થા સહિતના મુદાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિક કલેકટર પરિમલ પંડયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. શ્રી પંડયાએ બાળકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટેના સુચનો પણ આપ્યા હતા.
આ બેઠકનું સંચાલન પ્રાંત અધિકારીશ્રી એમ.એસ. ચૌહાણે કર્યુ હતું. આ પ્રસંગે શ્રી વિપુલ મહેતા, મામલતદારશ્રી દંગી, ડી.પી.ચારણ, કાલીયા ધનજી, વર્ષા વેગડા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.