અબતક, રાજકોટ
“આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર કે જે માત્ર જળ સંચય જ નહીં પરંતુ મોડેલ સરોવર બને જ્યાં બ્યુટીફીકેશન સહિતની કામગીરી થાય તેવા સૂચનો આપ્યા હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક ગૃહના પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામા આવી હતી.
“જલ શક્તિ અભિયાન” હેઠળ જન ભાગીદારી થકી રાજકોટ જિલ્લાના કુલ 75 તળાવોને ઉંડા ઉતારવા, બ્યુટીફીકેશન, વોક-વે સહિતનું તળાવ નિર્માણ પામે તે માટે કલેકટર દ્વારા લોક ભાગીદારીથી આ કામો કરવા જણાવાયું હતું.
આ બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કે.પી. મોરી,જી. આઈ. ડી.સી.નાં ઇજનેર ડી.એમ.પટેલ,કે. ડી.સોલંકી,બી.એચ. ટિટા સહિતનાં અઘિકારીઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતાં.