દીવ, વિજયા લક્ષ્મી
કેન્દ્રશાશીત પ્રદેશ દીવમાં આજે દીવ કલેકટર ફરમન બ્રહ્મની અધ્યક્ષતમાં દીવ કલેકટર ઓફીસમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં આર્મીવિંગ અહેમદાબાદના એ.ડિ.જી અરવિંદ કપૂર દ્વારા દીવમાં NCC ને કેવી રીતે આગળ લાવી એના પર મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.
સાથે સાથે દીવના NCC ઓફિસરો અને જુદી જુદી સ્કૂલોના પ્રિન્સીપાલ દ્વારા દીવમાં NCC ને લગતી જરૂરીયાતો રજૂ કરવામાં આવી હતી. આ જરૂરિયાતોને પૂરી કરવાનું આશ્વાશન આર્મી વિંગ NCC ઓફિસર દ્વારા એ પૂરું પાડવાનું આશ્વાસન આપવામાં આવ્યુ.
એપ્રિલ 2022માં દીવમાં ઈટરનેશનલ NCC કેમ્પ થવાનો છે જેમાં અલગ અલગ 16 દેશોના NCC કેડેટ દીવમાં આવશે એમની વ્યવસ્થા કેવી રીતે કરવાની અને દીવની શું ભૂમિકા રહેશે તેની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી હતી