મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મિસ ગ્રેસ અકેલોએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ. સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ.એસ.એમ.ઇ. સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ.ઈ. સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા.
In a step towards paperless governance, CM Shri @vijayrupanibjp today launched https://t.co/V7Dgbkx39F, a QR code based e-gazette website, which will not only relieve the administration from keeping manual records of gazettes but will also save about 35-mt of paper every year. pic.twitter.com/GuipWGD8aO
— CMO Gujarat (@CMOGuj) July 5, 2021
ઉપરાંત મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈ કમિશનરની ટીમ ને ગુજરાતના એમ,એસ.એમ,ઇ. કમિશનરેની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને ગુજરાત માં એમ.એસ.એમ.ઇ. માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ.એસ.એમ.ઇ. સેકટર દ્વારા મોટાપાયે રોજગારી ની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણી એ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી. ઉદ્યોગના અધિક મુખ્યસચિવ રાજીવ કુમાર ગુપ્તા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા એમ.એસ.એમ.ઇ. કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષ બિ ના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.