રાજયના શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે દેશ અને  દેનિયામાં ગાંધી વિચાર સર્વ સ્વિકૃત બનેલ છે.આપણા સમાજ જીવનની બધી સમસ્યાનો ઉકેલ ગાંધીજીના વિચારો અને સિધ્ધાંતોમાં રહેલ છે.

IMG 4651

આજે કલેકટર કચેરી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના  રાજકોટના કાર્યક્રમના અનેસંધાને પૂર્વ આયોજન માટે જિલ્લાના અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે  યોજાયેલ બેંઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.

IMG 4623

મંત્રીશ્રી ચુડાસમાએ વધુંમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દિર્ધદ્રષ્ટ્રી રાખીને અગાઉથી તૈયારી કરીને ગાંધીજીના વિચારો ભાવિ પેઢી માટે પ્રરેણાસ્ત્રોત બને તે માટે ગાંધીજી જયાં ભણ્યા હતા તે મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જે એક નજરાણું બની રહેશે છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન  શ્રીનરેન્દ્રભાઇ મોદીના હસ્તે યોજાઇ રહેલ છે તેમજ મહાનગરપાલિકાના અન્ય વિકાસ કાર્યોના પણ લોકાર્પણ કરાશે.

IMG 4647

જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ કાર્યક્રમની પૂર્વભૂમીકા સમજાવીને આ કાર્યક્રમને જનભાગીદારીથી સફળ બનાવવા અનૂરોધ કર્યો હતો.

તા.૨ ઓકટોબરના મહાત્મા ગાંધીજીના જન્મજયંતીથી બે વર્ષ માટે ગાંધીજયંતિની ઉજવણી  કરવામાંઆવી રહી છે. જેના અનુંસંધાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે.

IMG 4629

આ કાર્યક્રમ  યાદગાર બની  રહે તે માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ , શૈક્ષણીક સંસ્થાઓ અને પ્રજાજનોને સહયોગ આપવા અનૂરોધ કર્યો છે.

આ પ્રસંગે રાજકોટ શહેર  અને જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સર્કલ શણગારવા, શહેરમાં પોસ્ટર બેનરો લગાડવા શહેરના સુશોધન તથા પચરિવહન માટે બસોનો સહયોગ આપશે.

IMG 4622

આ પ્રસંગે મેયર શ્રીમતિ બિનાબેન આચાર્ય ધારાસભ્યશ્રી ગોંવિંદભાઇ પટેલ,શ્રીલાખાભાઇ સાગઠીયા,શ્રીમતિ અંજલીબેન રૂપાણી, પ્રદેશ ઉપાધ્યાક્ષશ્રી ગોરધનભાઇ ઝડભીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, નાયબ મેયરશ્રી અશ્વિનભાઇ મોલીયા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડ, પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા,અગ્રણીશ્રીઓ,  ભાનુભાઇ મહેતા, શ્રીભરતભાઇ બોઘરા, શ્રીજયંતીભાઇ ઢોલ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુની. કમિશ્નરશ્રી બંછાનીધિ પાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા, પોલીસ કમિશ્ન્રશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, આર.ડી.સી, સ્વેછિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ ખાતાના અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

IMG 4655

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.