દાદરા અને નગર હવેલી પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠક તેમજ પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન સચિવાલયના સભાખંડ સેલવાસ ખાતે કરવામાં આવ્યું હતું. નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકની અધ્યક્ષતા મિહિર વર્ધન દ્વારા કરવામાં આવી તો ઉપસચિવ કરણજીતસિંહ વડોદરીયાએ અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની કાર્યવાહી અંગે વાત કરી જેમાં રાજભાષા નીતિ મંત્રાલય દ્વારા નિર્ધારીત કરાયેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તથા રાજભાષા નીતિનું અનુપાલન હેતુ બધા સદસ્યોને અધિકારીઓને નિર્દેશ આપવા.
બેઠકમાં દાદરાનગર હવેલી પ્રશાસનના બધા કાર્યાલય, કેન્દ્ર સરકારના કાર્યાલય, સરકારી ઉપક્રમો, રાષ્ટ્રીયકૃત બેંકો અને ભારત સરકારના પ્રતિષ્ઠાનોના ૨૯ સદસ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. ૨૦૧૭માં અધિકારીઓ દ્વારા હિન્દીમાં થયેલા પત્ર વ્યવહારની પ્રતિયોગીતાના ૧૨ વિજેતાઓને રાજભાષા સચિવ મિહિર વર્ધન દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.