ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સરકારી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ ભટ્ટ, રજનીભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, શંકરભાઇ ચૌધરી, ગણપતભાઇ વસાવા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના કોર કમિટિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવા અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરાય હતી.