તાજેતરમાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના એનઆરઆઈ મિત્રો સાથેની એક મીટીંગ ઉપપ્રમુખ દિપકભાઈ પટેલના નિવાસ સ્થાને પ્રમુખ આર.પી.પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં અમેરિકા અને કેનેડાના અલગ અલગ દસ સ્ટેટમાંથી આવેલ મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અમેરિકા અને કેનેડામા ફાઉન્ડેશન હેઠળ કરવામાં આવતી સંગઠનની કામગીરી અને પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી.

દીપકભાઈએ વિશ્ર્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકેલ સુરક્ષા કવચ યોજનાની તથા સીટી મેમ્બર બનાવવાની અને અરવિંદભાઈ એ વિદેશમાં વસતાઆપણા બંધુઓને પડતી મુશ્કેલીઓ બાબતે સરકાર સાથે કરેલ રજૂઆત અને થયેલ કામગીરીની માહિતી આપી હતી.

આ ઉપરાંત આગામી ૭ જાન્યુ. ૨૦૨૦ના રોજ યોજાનાર એનઆરઆઈ સ્નેહમિલન અભિવાદનની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.