આઝાદી દિને લાલકિલ્લા પરથી થનારા સંબોધન પહેલા વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રજોગ સંબોધન કરીને કાશ્મીર મુદે છણાવટપૂર્વક તમામ વિગતો આપે તેવી રાજકીય અટકળો
આઝાદી કાળથી ભારતને આતંકવાદથી માંડીને વિવિધ સમસ્યાઓથી પીડતી કાશ્મીર સમસ્યાને મોદી શાહની ગુજરાતી બેલડીએ કૂનેહપૂર્વક સરળતાથી ઉકેલી નાખી છે. આ અંગેનો ખરડા રાજયસભ બાદ લોકસભામાં પણ બહુમતિથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે પણ તેને આખરી મંજૂરી આપી દીધી છે. જેથી, આ ખરડો હવે કાયદો બની ગયો છે. અને જમ્મુ કાશ્મીર રાજય હવે જમ્મુ-કાશ્મીર અને લડાખ બે કેન્દ્ર શાસીત પ્રદેશોમાં વહેંચાય જવા પામ્યું છે. કશ્મીર મુદે આ સમયગાળા દરમ્યાન અત્યાર સુધી બંને ગૃહો અને જાહેરમાંહ એક પણ શબ્દ બોલનારા વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રજોગ સંબોધન કરનારા છે. જેમાં મોદી કાશ્મીર વિવાદના ઉકેલ બાદની સ્થિતિ અને આ વિસ્તારના વિકાસ માટે તેમની સરકારની યોજનાની માહિતી આપે તેવી સંભાવના છે.
અવકાશમાં રહેલા ગેરકાયદેસર સેટેલાઈટને તોડી પાડવા ઈસરોએ એન્ટીસેટેલાઈટ મિસાઈલનું સફળતાપૂર્વક પ્રપેક્ષણ કર્યું હતુ. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ૨૭ માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને દેશવાસીઓને ઈસરોના આ ગૌરવપૂર્ણ કાર્યની માહિતી આપી હતી જે બાદ આજે મોદી તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે તેમની સરકારે કરેલી કાર્યવાહી, કાશ્મીરની હાલતની સ્થિતિ અને આગામી સમયમાં આ ક્ષેત્રનાં વિકાસ માટે તેમની યોજના અંગેની વિગતવાર માહિતી આપશે તેમ મનાય રહ્યું છે.
સામાન્ય રીતે આઝાદી દિન ૧૫મી ઓગષ્ટે લાલકિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય છે. આગામી આઝાદી દિન આડે એક અઠવાડીયા જેવો જ સમય બાકી હોવા છતાં વડાપ્રધાન મોદી દ્વારા આજે થનારા રાષ્ટ્રજોગ પ્રવચનમાં કાશ્મીર મૂદે છણાવટથી તમામ વિગતો અપાશે તેમ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે.
પાકિસ્તાનના કાઉન્ટર ટેરર વિભાગે હાફીઝ સઈદને આતંકવાદને નાણા પુરા પાડતો જાહેર કર્યો!
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને પાકિસ્તાનના કાઉન્ટર ટેરર વિભાગે એક કોર્ટમાં દોષિત હોવાની રજૂઆત કરી છે. હાફિઝ સઈદ સો જોડાયેલો કેસ હવે લાહોરની કોર્ટમાંથી પાકિસ્તાનના ગુજરાનવાલામાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હોવાની પાકિસ્તાની મીડિયા તરફી દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ૧૭ જુલાઈએ ગુજરાંવાલા જતી વખતે હાફિઝ સઈદની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ગુજરાનવાલા કોર્ટેમાં હાફિઝ સઈદને દોષિત જાહેર કરવા તજવીજ હાથ ધરવાય છે. ત્યારપછી આ કેસને પાકિસ્તાનના ગુજરાતનવાલામાંં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા હાફિઝ સઈદની મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હાફિઝ સઈદે ૨૦૦૮માં મુંબઈ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. આ સિવાય તેના સંગઠન જમાત-ઉદ-દાવા, લશકર-એ-તોઈબાએ ભારતની જમીન પર આતંક ફેલાવ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાનને હાફિઝ સઈદ વિરુદ્ધ ઘણાં પુરાવા
રજૂ કર્યા હતા પરંતુ પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ પગલા લેવા તૈયાર ન હતા.
૧૭ જુલાઈએ હાફિઝ સઈદની ટેરર ફંડ અને મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટ (અઝઈ)એ જ હાફિઝ સઈદને ૭ ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે જ્યારે આ કેસની સુનાવણી થઈ તો ગુજરાનવાલા કોર્ટે હાફિઝ સઈદને દોષિત જાહેર કરીને કેસ શિફ્ટ કરી દીધો છે. પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદ સામે ૨૩થી વધારે કેસ નોંધ્યા છે. હાફિઝ સિવાય જમાત ઉદ દાવાના અન્ય આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં પણ ઘણી વખત આ ગ્લોબલ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે દર વખતે તે પાકિસ્તાન સરકારની મદદી બહાર આવી જતો હતો.