દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે સમીક્ષા કરી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના લોકોને તા. ૩ અને ૪ જૂને જરૂર વિના બહાર ન નીકળવા મુખ્યમંત્રીની અપીલ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુજરાતમાં આગામી સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા અને તૈયારીના ભાગરૂપે ગાંધીનગર ખાતે હાઈપાવર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યાં હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. ૩ જૂને દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના નીચાળવાણા વિસ્તારમાં વાવાઝોડાના કારણે પ્રતિ કલાક ૯૦ થી ૧૧૦ કિ.મી.ના ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિને પહોંચી વળવા વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં ગઉછઋની ૧૦ અને જઉછઋની ૫ ટીમ તહેનાત છે તેમજ જરૂર પડયેથી વધુ ટીમો પણ નજીકના વિસ્તારમાં અનામત રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના લોકોને તા. ૩ અને ૪ જૂને જરૂર વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. જેમાં ખાસ કરીને ગંભીર રોગથી પીડાતા વૃદ્ધ અને બાળકો આ પરિસ્થિતિમાં ખૂબ કાળજી રાખવી પડશે તેવું કહ્યું હતુ. મુખ્યમંત્રીએ વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિની વચ્ચે ગુજરાતમાં સંભવિત વાવાઝોડુ, વરસાદને પહોંચી વળવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરિયા કિનારા વિસ્તારોમાં માછીમારી કરતાં માછીમારો, ઝીંગા ફાર્મમાં કામ કરતાં લોકો તેમજ અગરિયાઓ સહિતના નીચાણવાળા વિસ્તારોમા રહેતાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી આવતીકાલ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા સંબંધિત જિલ્લાઓ કલેકટર્સને જણાવ્યું હતુ. આ દરમિયાન કોરોના સંક્રમણને અટકાવવા માટે સામાજિક અંતર, માસ્ક અને જરૂરિયાત જણાયે ઙઙઊ કિટનો ઉપયોગ કરવો તેમ તેમણે ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રીએ સંભવિત વરસાદ દરમિયાન આ વિસ્તારમાં આવેલાં માર્કેટ યાર્ડમાં રહેલું ખુલ્લુ અનાજ, શાકભાજી અને ફળફળાદી જેવી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે હેતુથી આગોતરી જરૂરી વ્યવસ્થા કરવા પણ સંબંધિતોને સૂચના આપી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વાવાઝોડાના કારણે સંભવિત અસરગ્રસ્ત મોટા શહેરોમાં હોર્ડિંગ્સ સહિત વાવાઝોડાના કારણે લોકોને નુકસાન ન થાય તેવા હેતુથી આવા બોર્ડ પણ સત્વરે ઉતારી લેવાં સંબંધિતોને જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સંભવિત વાવાઝોડાને કારણે દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓ હાઈ એલર્ટ પર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓ એલર્ટ પર છે. જેમાં ભારે પવન અને વરસાદની સંભાવના છે તો આવા જિલ્લાઓમાં વીજ પુરવઠો ન ખોરવાય તેમાં પણ ખાસ કરીને જે શહેરોમાં કોવિડ-૧૯ની હોસ્પિટલો આવેલી છે ત્યાં અગાઉથી વીજ પુરવઠા માટે જનરેટર જેવી આનુષંગિક વ્યવસ્થા અત્યારથી જ કરી દેવી. આ વિસ્તારોમાં સમાન્ય રીતે વીજળી પડવાથી કે ખુલ્લા વાયરોથી અકસ્મતાથી મૃત્યુનુ પ્રમાણ વધુ જોવા મળ્યુ છે ત્યારે આ કામો પણ સત્વરે પૂરા કરવા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત આ વિસ્તારોની હોસ્પિટલો તેમજ આરોગ્ય તંત્રને પણ અત્યારથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાનો સ્ટેટ ક્ધટ્રોલ રૂમ તેમજ તમામ જિલ્લાઓમાં જિલ્લા ક્ધટ્રોલ રૂમ પણ ૨૪ કલાક શરૂ કરી દેવામાં આવ્યા છે.