સાતમાં પગાર પંચ માંગણી અને રોજમદારોને કાયમી કરવાની માંગ પ્રબળ કરાશે
ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત સરકારમાં રજુઆત કરેલ રાજયની ૧૬ર નગરપાલિકામાં સાતમાં પગાર પંચની માંગ તેમજ ઘણા લાંબા સમયથી રોજમદારોને કાયમી કરવા બાબત સાત મુદાની માંગણીઓને ગુજરાત સરકારશ્રીમાં કોઇ હકારાત્મક નિર્ણય નહી થવાથી ગુજરાત રાજયની નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નકકી કરવામાં આવેલ. તા. ૨૦/૭/૧૭ થી અચોકકસ મુદતની હડતાલના કાર્યક્રમને તમામ નગરપાલિકાઓના કર્મચારીઓ સંકલનથી એકતા જાળવી આપણી માંગણી સંદર્ભના આ કાર્યક્રમને સંગઠન દ્વારા અતી મજબુત બનાવી સફળ બનાવવા હેતુસર અમરેલ, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગર તથા જુનાગઢ જીલ્લાની કુલ ૩૦ નગરપાલિકાના આગેવાનો પ્રતિનિધિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઇ અંજારીયા, કમલેશ વ્યાસ, રાજેશભાઇ પટેલ, દિગ્વિજયસિંહ પઢીયાર, દિપકભાઇ ગલથીયા, ઉમેદસિંહ રાઠોડ સહીત ૩૦ નગરપાલિકાના કર્મચારી યુનીયન પ્રમુખો હાજર રહેશે.
આ મીટીંગને સફળ બનાવવા બાંટવા નગરપાલિકા કર્મચારી યુનિયન પ્રમુખ કે.ડી. કોડીયાતર તથા મહામંત્રી ગીરીશભાઇ હેદપરા તથા મંત્રી વીભાભાઇ પરમાર તથા નગરપાલિકાના તમામ કર્મચારીગણ દ્વારા તમામ નગરપાલિકાના પ્રતિનિધીઓને પધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે અને બહોળી પ્રમાણમાં હાજરી આપવા કર્મચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.