- જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
- બેઠકમાં તુમારનો નિકાલ, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ અધિકારીઓ સાથે ચર્ચા કરી
- બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત
ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયા મિયાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા, ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર ડી.એન. સત્તાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રી જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : આનંદસિંહ રાણા