પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના
કવિ સંમેલન, જાણતા રાજા, લાઇટ એન્ડ સાઉન્ડ શો, સાધુ-સંતોના કચ્છ અને વારાણસી પ્રવાસ સહિતના કાર્યક્રમોની વણઝાર
અબતક, રાજકોટ
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટિલના વન ડે-વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમના સંદર્ભમાં રાજકોટ જિલ્લા ભાજપ અઘ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાના પ્રમુખ સ્થાને સાંસદઓ, ધારાસભ્યઓ, જીલ્લાના હોદેદાર, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, જીલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ,જીલ્લા સેલના ક્ધવીનર, સહ-ક્ધવીનર વિગેરેની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જિલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, લાખાભાઇ સાગઠીયા, મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી, દિનેશભાઈ અમૃતિયા વગેરેએ દીપ પ્રાગટ્ય સાથે વંદેમાતરમના નારા સાથે સમગ ્રબેઠકનો પ્રારંભ કર્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આગામી વનડે-વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમના સંદર્ભમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાએ ઉપસ્થિત તમામ કાર્યકર્તાને સંબોધતા જણાવ્યું હતું કે,આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડવાના છે. આવનારા દિવસોમાં અલગ અલગ આઠ કાર્યક્રમો યોજવાના છે, જેમાં કવિ સંમેલન, સુપોષણ, આજથી રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈના હસ્તે શરૂ થયેલી ટેકાના ભાવે ચણાની ખરીદી, સ્વચ્છતા અભિયાન, સાધુ સંતો માટે કચ્છનો પ્રવાસ તેમ જ વારણસી ખાતે યોજાનાર પ્રવાસ અને જાણતા રાજા, લાઈટ એન્ડ સાઉન્ડશો, ડાયરાનો કાર્યક્રમનો સમાવેશ થાય છે.
આ તમામ કાર્યક્રમોના ઇન્ચાજઓને કઈ રીતે સફળતાપૂર્વક આયોજન કરવું તેનું માર્ગદર્શન મનસુખભાઈએ આપ્યું હતું. આગામી તા.19મીએ રાજકોટ ખાતે હેમ ુગઢવી નાટ્યગૃહમા યોજાનાર રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના આયોજન વિષે પણ તેમને માહિતી આપી તમામ કાર્યકરોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી.આ ઉપરાંત 20 મુદ્દા અંતર્ગત તાલુકા તેમજ મોરચાના વિવિધ સંગઠનને લગતા મુદ્દાએ વિષે પણ ચર્ચા કરી. આ બેઠકમા આગામી દસ દિવસમાં પદાધિકારીની નિમણુંક કરી રાજકોટ જિલ્લા કાર્યાલયને મોકલી આપવા ખાસ ભાર મુક્યો હતો.દરેક તાલુકા/શહેરના પ્રમુખો અને મહામંત્રીઓએ પોતે કરેલી વિવિધ કામગીરી તેમજ પ્રદેશ અને જિલ્લા તરફથી મળેલા કાર્યક્રમોના કરેલા આયોજન વિષે માહિતી આપી હતી.