દાદરા અને નગર હવેલીને મોડલે સંઘ પ્રદેશ બનાવવા વિશે ચર્ચા કરાય
દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાનમાં દાદરા અને નગર હવેલી માટે ગૃહમંત્રી સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદેશ દાદરા અને નગર હવેલીની સમસ્યાઓને જાણીને તેનું નિરાકરણ લાવવાનો હતો. જેમાં સાંસદ નટુભાઈ પટેલે સેલવાસની મેડીકલ કોલેજ, દુધની પુલ, રીંગરોડ, પ્રિવેશન ઓફ લાઈફ સ્ટાઈલ ડિજીસ પાર્કનું નિર્માણ પ્રશાસનાં ખાલી પડેલા ૮૧૯ પદની ભરતી કરવા અને સિવરેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સહિતના મુદાઓ રજૂ કર્યા હતા. ગૃહમંત્રીએ આ મુદાઓ પણ કાર્ય કરવાની સહમતી પણ આપી હતી ગૃહમંત્રી રાજનાથસિંહે તમામ કાર્યો વહેલી તકે શ‚ કરવાનું જણાવ્યું હતુ સાંસદ નટુભાઈ પટેલ અને ગૃહમંત્રી રાજનાથસિંહે દાદરા અને નગર હવેલીને એક મોડેલ સંઘ પ્રદેશ બનાવવા વિશે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ રાજીવ મહર્ષિ, સંયુકત સચિવ ગ્યાનેશ ભારતી, જેબીસિંહ, એમએસ ગોહિલ, હસમુખભાઈ ભંડારી, સિતારામ ગવલી, રાકેશસિંહ ચૌહાણ, દિગ્વીજયસિંહ પરમાર, જિતુભાઈ માઢા અને શંકર વાઘમારે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.