રાજકોટના જસદણ તાલુકાના આટકોટ, જંગવડ, વિરનગર, પાંચવડા અને ખારચીયા-જામ ગામોના વિકાસ કાર્યો બન્યા વેગવંતા
અબતક, રાજકોટ
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયમાં ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્ર્વાસ, સૌનો પ્રયાસ ના મંત્રને ચરિતાર્થ કરવા વિવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓથી છેવાડાના માનીનો વિકાસ થાય તે દિશામાં કાર્યો કરી રહી છે અને વિકાસયાત્રાને ગતિ આપી રહી છે.
તેમજ નવા લક્ષ્યો થશી લોકોની આશા અને આકાંક્ષાઓ પરીપૂર્ણ કરી રહી છે ત્યારે ડો. શ્યામાપ્રસાદ મુખજી યોજના હેઠળ રાજકોટના જસદણ તાલુકાના પાંચ ગામોના મંજુર થયેલા કામો પૂર્ણ કરવા અંતર્ગત રાજકોટ જીલ્લા પંચાયત ખાતે શહેરના સતત કાર્યશીલ અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના અઘ્યક્ષ સ્થાને અને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની ઉ5સ્થિતિમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી યોજના હેઠળ રાજકોટના જસદણ તાલુકાના પાંચ ગામો (આટકોટ, જંગવડ, વિરનગર, પાંચવડા અને ખારચીયા- જામ) સહીતના ગામોમાં મંજુર થયેલા કામો અંતર્ગતચર્ચા પરામર્શ કરાયો હતો.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઇ રામાણી, રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય દક્ષાબેન પરેશભાઇ રાદડીયા, આટકોટ સરપંચ લીલાવંતીબેન દેવશીભાઇ ખોખરીયા, વિરનગર સરપંચ નટુભાઇ સોલંકી, જંગવડ ઉપસરપંચ દિનેશભાઇ સિઘ્ધપરા, પાંચવડા સરપંચ હરીભાઇ મકવાણા, ખારચીયા જામ સરપંચ દક્ષાબેન ચોવટીયા, ગ્રામ પંચાયત ના સદસ્યઓ, આગેવાનઓ ઉ5સ્થિત રહ્યા હતા.આ સમસ્યાનો સુખદરુપ અંત લાવવા બદલ પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પ્રદેશ ઉપાઘ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરનો હર્ષભેર આભાર વ્યકત કર્યો હતો.