નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષપદે માં નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાના પૂર્વ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા સંદર્ભે અસરકારક અને આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓ પાસે રચનાત્મક સૂચનો માંગતા કલેકટર મોદી. નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએમાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા સંદર્ભે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પરિક્રમા પૂર્વે બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ગતવર્ષે પરિક્રમાં સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી અને આ વર્ષે વધુ સારુ આયોજનબદ્ધ અસરકારક આયોજન માટે અધિકારીઓ પાસે પ્રતિભાવો મેળવ્યા હતા.
જિલ્લા કલેકટર મોદીએ બેઠકના પ્રારંભે પરિક્રમા સંદર્ભે જાહેર રજા, તહેવારોમાં ભાવિક ભક્તોની વધતી ભીડને પહોંચી વળવા ક્રાઉડ મેનેજમેન્ટ, ડોમમાં એન્ટ્રી દરમિયાન બેરિકેટિંગની સુચારુ બેઠક વ્યવસ્થા, ભાવિક ભક્તોને વિશ્રામ માટે ખુરશીઓની વ્યવસ્થાઓ, પાર્કિંગની વ્યવસ્થાઓ, પાણીની વ્યવસ્થાઓ, વોશરૂમ, ફીડિંગ રૂમ, લાઇટિંગની વ્યવસ્થાઓ તેમજ યોગ્ય રસ્તા અને કનેક્ટિવિટી અંગે કેટલાંક રચનાત્મક સૂચનો કરીને સૌને માર્ગદર્શિત કર્યા હતા. અને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટી અને સતર્કતા રાખવા પર ખાસ ભાર મૂક્યો હતો. વધુમાં કલેક્ટરએ ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી સુવિધાઓ અને પોલીસ વિભાગ તરફથી સલામતીને કેન્દ્રસ્થાને રાખીને સંબંધિત તમામ અધિકારીઓને આયોજનબદ્ધ રીતે ફરજ બજાવીને માં નર્મદા પરિક્રમા કરવા આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે નાવડીઓનું બોટનું સંચાલનમાં કાળજી લેવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. કટારિયા સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.