પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વડાપ્રધાનને રાજ્યોને ઇંધણ પણ વેટ ઘટાડવા ભલામણ કરી

હાલ વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ થતી હોવાથી ઇંધણના ભાવ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે જેને લઇ સમગ્ર વિશ્વએ માઠી અસર નો સામનો પણ કરવો પડી રહ્યો છે આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના ને લઇ સમગ્ર રાજ્યનાં મુખ્ય મંત્રી સાથે મીટીંગ યોજવામાં આવી હતી પરંતુ તે મિટિંગને સાઈડમાં રાખી વડાપ્રધાને બિનભાજપી રાજયોની સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી ને પણ તાકીદ કરતાં જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો લાવવા માટે તેઓ વેટમાં ઘટાડો કરે. તુ અને રાજ્યોએ વડાપ્રધાનની વાત ને ગંભીરતાથી લીધી ન હતી અને જીએસટી ને લઈને પ્રશ્નો ઉભા કર્યા હતા.  અને પેટ્રોલના ભાવ પરવડે તે માટે વડાપ્રધાન દ્વારા જે રેટમાં ઘટાડો કરવાની માંગ કરી છે તેમાં મહારાષ્ટ્રની સાથોસાથ પશ્ચિમ બંગાળ, તેલંગાના, આંધ્રપ્રદેશ ,તામિલનાડુ, કેરલ જેવા રાજ્યોએ ન ઘટાડવા જણાવ્યું હતું. તરફ હાલ સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે રાજ્યોની છે આવક જીએસટી પેટે થવી જોઈએ તે થઈ શકતી નથી જેને લઇ ઘણાખરા પ્રશ્નો રાજ્યોએ વેઠવા પડી રહ્યા છે.

ગત આઠ માસનું બાકી રહેલું જીએસટી વળતર રાજ્યોને ચૂકવાયું

હાલ કેન્દ્ર અને રાજ્યોની આવકમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે જેને લઈને કેન્દ્ર સરકાર રાજ્યોને વળતર આપવામાં સતત મદદરૂપ થતી હોય છે કે જેઓને જીએસટી પેટે નુકસાની વેઠવી પડી હોય ત્યારે કેન્દ્ર સરકારે દરેક રાજ્યો અને ગત આઠ માસના બાકી રહેલા જીએસટી વળતર ચુકવવામાં આવ્યુ છે પરંતુ સામે વરવી વાસ્તવિકતા એ પણ છે કે હજુ પણ 78,704 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે તે જો યોગ્ય સ્થિતિમાં અને ઝડપ ભેદ ચૂકવવામાં આવે તો રાજ્ય ની અર્થવ્યવસ્થા પણ સારી રીતે સુધરી શકશે. તો હાલની સ્થિતિને ધ્યાને લઇ સરકારનો સૌથી મોટું લક્ષ્ય એ છે કે દરેક રાજ્યને જીએસટી પેટે યોગ્ય આવક મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.