આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજી હેઠળ બેઠક: અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવા ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે આજે વધુ એક વખત બેઠક મળી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે યુવાનો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવા સહિતના વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમીયા મંદિરના બાબુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં રાજય સરકાર દ્વારા પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા કેસ પાછા ખેંચવા સહિતની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.
આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મળવા મળનારી બેઠકમાં પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી મળી રજૂઆત તેમજ સમાજને મુઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે. મહત્વનું છે કે આ અગાઉ 7 જુલાઇના રોજ બેઠક મળવાની હતી પણ છેલ્લી ઘડીએ બેઠક રદ્દ થઈ હતી. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન કેસ પરત અંગે ચર્ચા થશે
ઘણા સમયથી પાટીદાર સમાજ અને સંસ્થાઓ એક સૂરે અનામત કેસ પરત અંગે સરકારને નરમ પડે તેવા પ્રત્યન કરી રહી છે. ભાજપના પાટીદાર ધારાસભ્યો અને સાંસદો પણ આ મુદે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરી ચૂક્યા છે. ત્યારે ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન કેસ સહિતના મુદ્દે ચર્ચા થશે.
હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા ઘઇઈ સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં મત આપે છે.