Abtak Media Google News
  • જિલ્લામાં ચાંદીપૂરા વાયરસના પ્રવેશ બાદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ- ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ બેઠક યોજી
  • ચાંદીપુરા વાયરસ રોકવા માટે તેમજ સંક્રમિત શંકાસ્પદ કેસના દર્દીની સારવાર અર્થે ચર્ચા કરાઈWhatsApp Image 2024 07 18 at 12.21.06 618f1461

જામનગર ન્યૂઝ :  ગુજરાત ભરમા ચાંદીપૂરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ આ કેસની એન્ટ્રી થઈ ગઈ હોવાથી ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી, અને આ રોગચાળાને અટકાવવાના જરૂરી પગલાં ભરવા માટે જી.જી. હોસ્પિટલની તાકીદની મુલાકાત લેવામાં આવી હતી.WhatsApp Image 2024 07 18 at 12.21.06 e219ba16

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા.  જ્યાં તેઓએ જી.જી. હોસ્પિટલના ડીન ડોક્ટર નંદીની દેસાઈ, હોસ્પિટલ ના સુપ્રી. ડો. તિવારી તથા અન્ય  તબીબી અધિકારીઓની સાથે બેઠકનો દોર યોજયો હતો, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની જરૂરી સારવાર અર્થે અલગ વોર્ડની વ્યવસ્થા કરવા, તેમ જ જરૂરી દવા તથા તેને લગત જથ્થો પર્યાપ્ત માત્રામાં તૈયાર રાખવા સંબંધે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ પણ આ સંબંધે દોડધામ કરી રહી છે.

સાગર સંઘાણી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.