પાંચ વર્ષમાં ત્રણ ટીમોને ૧૪ ટાઇટલ અપાવી દુનિયાના સૌથી મોંઘા ફૂટબોલ કોચ બની પેપ ગુઆર્ડિઓલાએ ધૂમ મચાવી દીધી છે. તેની માન્ચેસ્ટર સિટી અઢી મહિનામાં એક પણ મેચ હારી નથી. તેમજ ઇપીએલ લીગમાં ટોચના સ્થાને છે. તો હાલ તેમની એક સપ્તાહની ફિ ૨.૧૪ કરોડ છે. આમ ગુઆર્ડિઓલા ટોચ પર છે.

૪૬ વર્ષના ગુઆર્ડિઓલાની મુખ્ય ઓળખાણ ભલે કોચ તરીકે હોય પણ ઘણા ઓછા લોકો જાણતા હશે ૧૯૯૨માં જ્યારે સ્પેને બાર્સેલોનામાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેની કેપ્ટનશિપ ગુઆર્ડિઓલાએ કરી હતી. તેણે મેનેજર ઓફ ધ મંચ, લા લીગા કોચ ઓફ ધ યર, ફીફા વર્લ્ડ કોચ ઓફ ધ યર, બેસ્ટ પ્લેયર ઓફ ધ સ્પેન, કૈટલોન ઓફ ધ યર જેવા અનેક એવોર્ડ જીતી સિદ્વિ મેળવી છે. આજ કારણ છે કે તે આજે ટોચ પર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.