વોટ્સએપ પર વહેતા થયેલી પોસ્ટ બાળકના વાલી સુધી પહોંચી જેથી વાલીઓને પોતાનું ગુમ થયેલું સંતાન મળી ગયું
મોરબીના વીસીપરામાં રહેતા યુવકનો ૩ વર્ષનો બાળક માધાપર થી ગુમ થયો હતો. બાદમાં અજાણ્યા લોકોને આ બાળક મળી આવ્યું હતું. જેઓએ વોટ્સએપ મારફતે બાળક અંગેના સમાચાર વહેતા કર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં આ અંગે તેના વાલીને જાણ અંતે તેઓને પોતાનું બાળક મળી ગયું હતું.આમ ગુમ થયેલા બાળકને શોધવામાં વોટ્સએપ નિમિત્ત બન્યું હતું.
આજ રોજ માઘાપર માં કડીયાકામ કરતા રાજેશભાઈ ભગવાનજીભાઈ જાદવ રહે.મોરબી વીસી૫રા વાળા પોતાના ૩ વર્ષ ના બાળક ને સાથે લઈ ગયા હતા. પોતે કડીયાકામ કરતા હતા ત્યારે સવારે દશેક વાગ્યે તેમનો બાળક મનોજ રમતો રમતો ક્યાંક ચાલ્યો ગયો હતો. બાદમાં તેના પિતાએ બાળકને ઘણો શોધ્યો હોવા છતા બાળક મળ્યો ન હતો.
જ્યારે બીજી બાજુ આ બાળકને એકલો જોઈ લોકોએ બાળકને યદુનંદન ગૌશાળાને સોંપ્યો હતો. ત્યાંથી સેવાભાવી લોકોએ બાળકના સમાચાર વોટ્સએપ માં વહેતા કર્યા હતા. બાદમાં બાળકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.
આ દરમીયાન બાળકના પરિવારે ઘણી શોધખોળ કરવા છતા બાળક મળ્યો ન હતો. બાળકના સમાચાર જે વોટ્સએપમાં વાઇરલ થયા હતા. તે અંતે તેમના પરિવાર સુધી પહોંચ્યા હતા. જેના આધારે બાળકના વાલી પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. જ્યાં પોલીસે ખરાઈ કરીને બાળકને તેના પરિવારજનોને સોંપ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com