સૌરાષ્ટ્ર – કચ્છમાં નવી ૧૪ શાળાને મંજુરી – ૧૧ નામંજૂર.
રાજકોટમાં ૭ , કચ્છ – ભાવનગરમાં ૩ -૩ , સુરેન્દ્રનગરમાં ૧ નવી શાળા શરુ થશે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં ૧૪ નવી માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળા શરુ થશે જયારે ૧૧ શાળાને નામંજૂર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ૭ નવી ઉચ્ચતર માધ્યમિક શાળા શરુ થશે. કચ્છમાં ૨ માધ્યમિક – ૧ ઉચ્ચતર માધ્યમિક શાળા, ભાવનગરમાં ૩ અને સુરેન્દ્રનગરમાં ૧ ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજુરી મળી છે.
૧૧ શાળાઓએ માંગેલી મંજુરી શિક્ષણ બોર્ડે રદ કરી છે. જેમાં માધ્યમિક શાળામાં જુનાગઢની ક્રિષ્ના પબ્લિક સ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાજકોટની પ્રાગટ્ય વિદ્યામંદિર અને એમ.ડી.પટેલ, જામનગરની સેફરોન વિદ્યાસંકુલનો જનરલ અને સાયન્સ વિભાગ , ભાવનગરની જ્ઞાનમંજરી જનરલ અને સાયન્સ વિભાગ, મોરબીની મોર્ડન વિદ્યાલય અને ગીતાંજલી સ્કૂલ તથા જુનાગઢની એમ.ડી.વિદ્યાલય અને સોપાન હાયર સેકન્ડરી સ્કૂલને શિક્ષણ વિભાગે નામંજૂર કરી છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક પાસેથી સ્કૂલ સંચાલકો સ્કૂલની મંજુરી લઇ આવ્યા છે.