દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની એક આગવી છાપ છે. તેમની ચાલવાની રીત, બોલવાની સ્ટાઇલ, હમણાં ખુબ ચર્ચામાં રહી તેમની દાઢી અને તેમનો બેબાક અંદાજ. પ્રધાન મંત્રી મોદી જેવા જ એક હૂબહૂ વ્યક્તિ જોવા મળ્યા છે. જેને જોઈને થોડી વાર તો તમે ઓળખી નહીં શકો કે આ અસલી નરેન્દ્ર મોદી છે કે તેના હમશકલ છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જેવા હમશકલ દેખાતા આ વ્યક્તિનું નામ સદાનંદ નાયક છે. 62 વર્ષીય સદાનંદ નાયક કર્ણાટક રાજ્યના ઉડીપી જિલ્લાના રહેવાસી છે. સદાનંદ નાયક પહેલા રસોઈયા હતા. પરંતુ નરેન્દ્ર મોદીના હમશકલ તરીકે જાણીતા થયા બાદ તે ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સદાનંદ નાયકે અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. અને માલપુર વિસ્તારના લોકોએ સદાનંદ નાયકને ખુબ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો.
થોડા સમય પહેલા માલપુરમાં પક્ષીને બચાવવા વિજપોલ પર ચઢેલા યુવાન નું મોત થયું હતું. આ વાતની જાણ સદાનંદ નાયકને થતા તે મૃતકના પરિવારની મુલાકાતે આવ્યા હતા.
પક્ષીપ્રેમી દિલીપનું મોત થયાના સમાચાર સાંભળી 25 તારીખે કર્ણાટકથી ટ્રેનમાં બેસી સુરત આવ્યા. અને સુરતથી માલપુર ખાતે આવી મૃતકના પરિવારને રાશનની કીટ આપી હતી.