ધર્મ આઘ્યાત્મિકતા – મનોરંજનના અદભુત ત્રિવેણી સંગમસમા મેળામાં માનવ મહેરામણ ઉમટશે

વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં વિક્રમના ઊડતા વરસે તા. ૮ થી ૧ર નવેમ્બર યોજાનાર મેળા અંગે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ ચુકયો છે.

સોમનાથના બાયપાસ ચોકડી પાસે સદભાવના મેદાન ખાતે યોજાનારા આ મેળામાં અંદાજે ર૦૦ જેટલા ખાનપાન, આઇસ્ક્રીમ, પ્રદેશન, હસ્તકલા ના સ્ટોલો બંધાઇ રહ્યા છે. પંચ દિવસીય આ મેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક લોકસાહિત્ય, સંતવાણી સહીતના વિવિધ કાર્યક્રમો આયોજન કરાઇ રહ્યાં છે.

કાર્તિક પર્ણિમાને ત્રિપુરારી પુર્ણિમા પણ કરે છે. અને પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન શિવે ત્રણ પુરો વાળા દેત્યનો નાશ કર્યો અને આ વિજયની દેવોએ દિવાળી મનાવી જે કાર્તિક પુર્ણિમા હતી તેની યાદમાં કાર્તિક પુર્ણિમા મેળો ભરાય છે.

મેળાના પ્રથમ ચાર દિવસ દરમ્યાન મંદીર રાત્રીના ૧૧ વાગ્યા સુધી અને કાર્તિક પુર્ણિમાના રોજ મંદીર રાત્રીના એક વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે તેવું આયોજન ધડાઇ રહ્યું છે. શ્રઘ્ધાળુ ભાવિકો માટે કાર્તિક પુર્ણિમાએ સર્જાતું અલૌકિક દ્રશ્ય દર્શન પ્રાપ્તિ અનોખી અનુભૂતિ છે. કાર્તિક પૂર્ણિમાએ સોમનાથ મહાદેવ મહોમેરુ પ્રસાદના શિખર ઉપર ચંન્દ્ર એવી રીતે સ્થિર થાય છે કે જાણે ભગવાન ધારણ કર્યો હોય તેવી અલૌકિક અનુભુતિ શ્રઘ્ધાળુ ભાવિકો અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.