મહાવીરનગર સ્થા. જૈન સંઘ ખાતે સંયમ ભાવ પ્રાગટયના માઈલ સ્ટોનનો બોધ પામી ધન્ય બનતા ભાવિકો: કાલે પૂ.પ્રબોધિકા મ.સા.ના પારણા, દીક્ષાર્થીઓનું સન્માન અને પ્રવચન.
જીવ માત્ર પ્રત્યે પરમ મૈત્રી અને કરુણા જેની રગરગમાંી વહી રહી છે તેવા કરુણાનિધિ દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ ચરણ-શરણમાં અનેક-અનેક આત્માઓ આત્મ કલ્યાણ તરફ આગળ ને આગળ વધી રહ્યાં છે.
ત્યારે રાજકોટના પરમ સદભાગ્યે રાજકોટની જ બે પનોતી દીકરીઓ સમગ્ર સંસારનો ત્યાગ કરીને સંયમ પેં પ્રયાણ કરી રહી છે ત્યારે તેમના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત મહાવીર નગર સનકવાસી જૈન સંઘના આંગણે ચાલી રહેલી સંયમ લક્ષી પ્રવચનધારાના દ્વિતીય દિવસે અનેક અનેક ભાવિકો સંયમ ભાવ પ્રાગટ્યનાં માઈલસ્ટોનનો બોધ પામી ધન્ય ધન્ય બન્યાં હતાં.
હૃદયની ધરા પર સદાને માટે અંકિત ઈ જાય તેવી અત્યંત મધુર અને રસપ્રદ શૈલીમાં આ અવસરે ભાવિકોને બોધિત કરતાં રાષ્ટ્રસંત પૂજ્યએ સમજાવ્યું હતું કે, હે પ્રભુ! મારો મોક્ષ ક્યારે શે, મારા ભવોનો અંત ક્યારે શે ? હું ક્યારે શુદ્ધ-પરિશુદ્ધ બનીશ? એવો પ્રશ્ન જેના હૃદયમાં ઉદભવે, એવું ચિંતન જેના અંતરમાંી સ્ફુરે ત્યારે તે આત્મા ભવી આત્મા એટલે કે મોક્ષમાં જવા માટેની પાત્રતા ધરાવતો હોય છે.
કોઈ બીજ ડાયરેક્ટ ફ્રુટમાં પરિવર્તન ની પામતું એમ જ, સંયમના ભાવ એમને એમ પ્રગટ ની તાં પરંતુ અનંતકાળી પરિભ્રમણ કરતાં આત્માને એક યાત્રા કર્યા બાદ સંયમના ભાવ પ્રગટ તાં હોય છે.જેના ભાવોને અંત ચોક્કસ સમય મર્યાદામાં વાનો હોય તેવા ભવી જીવ, પ્રભુ કે ગુરુ મળ્યાં બાદ એમના જેવા જ બનવાનું મન થાય તેવા શુક્લ પક્ષી જીવ, પ્રભુની.
અને સ્વયંની માન્યતા, વિચારધારા એક વા લાગે તેવા સમ્યકદર્શની જીવ અને જે નજીકના ૩,૧૩ કે ૧૫ ભવોમાં જ મોક્ષગામી બનવાના હોય તેવા પરિત સંસારી જીવોને સંયમના ભાવ પ્રગટતાં હોય છે. સંયમ ભાવ પ્રાગટ્યનાં રાષ્ટ્રસંત પૂજ્યના આ સુંદર બોધના શ્રવણ તેમજ અત્યંત વિનયભાવે દીક્ષા દિનની પ્રતિક્ષા સો પધારેલાં મુમુક્ષુ આત્માઓના દર્શન પામીને ઉપસ્તિ વિશાળ સંખ્યાના ભાવિકો અત્યંતપણે અહોભાવિત યાં હતાં.
આજના દિવસે અનશન આરાધિકા પૂજ્ય ભાગ્યવંતાબાઈ મહાસતીજીની પુણ્ય સ્મૃતિ અવસરે પ્રાત:કાળે રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘમાં અત્યંત ભક્તિભાવે, અહોભાવપૂર્વક એમને ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.રાજકોટના ઈતિહાસમાં એક અમીટ છાપ અંકિત કરી ગએલા પૂજ્ય ભાગ્યવંતાબાઈ મહાસતીજીની અનશનઆરાધનાની પ્રશસ્તિ કરતાં આ અવસરે
રાષ્ટ્રસંત પૂજ્યએ કહ્યું હતું કે, “ગુરુ મળો તો એવા મળો કે જીવન તો જીવન પરંતુ મૃત્યું અને અંત સમય સુધારી દે તેવા મળજો. જેની પાસે ગુરુકૃપાનું કવચ હોય તે અંતિમ સમયની વેદનામાં પણ સમાધિભાવમાં રહી શકતાં હોય છે માટે જ સંથારાની આરાધના હંમેશા ગુરુની પાસે જ કરવી જોઈએ કેમકે આરાધનામાં આત્મબળ ભલે સ્વયંનું હોય પરંતુ યોગબળ ગુરુનું કામ કરી જતું હોય છે.
દીક્ષા મહોત્સવના અત્યંત ઉત્સાહી માહોલ વચ્ચે આવતીકાલે ૧૨૩ આયંબિલ આરાધક પૂજ્ય પરમ સૌમ્યાજી મહાસતીજી તેમજ ૪૪ આયંબિલ તપના આરાધક પૂજ્ય પ્રબોધિકાબાઈ મહાસતીજીના પારણાંનો અવસર દીર્ક્ષાીઓનો મહાવીરનગર શ્રીસંઘ દ્વારા સન્માન સમારોહ તેમજ સંયમ પ્રવચન ધારા સવારના ૦૭:૧૫ી ૦૮:૩૦ કલાક દરમ્યાન મહાવીરનગર સ્તિ પારસ કમ્યુનિટી હોલમાં આયોજિત કરવામાં આવી છે.