ભાસ્કર ભટ્ટ, સતિષચંદ્ર વ્યાસ, નરેશ સોલંકી, પારસ હેમાણી,હર્ષિદ દિપક ત્રિવેદી વિવિધ કાવ્ય રચનાઓ રજૂ કરશે: અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
કવિ શ્રી હિતેન આનંદપરા મુંબઈ સંચાલીત સાહિત્ય સરિતા મુંબઈ, પરિવર્તન પુસ્તકાલય કાંદિવલી મુંબઈ, મીટ ઈન્ડીયા ફાઉન્ડેશન મુંબઈ તથા ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ રાજકોટ તરફથી રાજકોટ શહેરમાં તા.૬.૧ના રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે રોટરી ભવન, રોટરી હોલ, કોઠારી લેબની બાજુમાં વિદ્યાનગર મેઈનરોડ ખશતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
અમૃત ઘાયલના નગરમાં અમૃત ઘાયલને યાદ કરી તેમની રચના ફૂલથછાબના મેનજર નરેન્દ્ર ઝીબા તરન્નુમમાં રજૂ કરશે. કવિ સંમેલનમાં ભાસ્કર ભટ્ટ, સતીશચંદ્ર વ્યાસ, નરેશ સોલંકી, પારસ હેમાણી, હર્ષિદા દીપક, દીપક ત્રિવેદી પોતાની વિવિધ કાવ્ય રચનાઓ રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિદિપક ત્રિવેદી કરશે.
અતિથિ વિશેષ તરીકે શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી ઉપસ્થિત રહેશે. તથા ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતા અને મૌલેશ ઉકાણી બાન લેબ્સ જયેશ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ,ની ઉપસ્થિત પ્રેરક બની રહેશે. નિ:શુલ્ક કાર્યક્રમમાં જાહેર અનુરોધ કરાયો છે.
કવિ સંમેલનનો વધુમાં વધુ સાહિત્યપ્રેમીઓ ભાગ લે તે માટે ભાસ્કર ભટ્ટ, દિપક ત્રિવેદી, અને હર્ષિદા ત્રિવેદીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.