અલક એન્ટરપ્રાઈઝ દ્વારા મીસ્ટર એન્ડ મીસ ગુજરાત ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં ૧૦૦ કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને આ ફેશન શોનો ઉદેશ લોકોમાં ફેશન ને લઈને જાગૃતતા માટેનો હતો અને આ ફેશન શોમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
અબતક સાથેની વાતચીત દરમિયાન પૂનમગજ્જરે જણાવ્યું હતુ કે અલક એન્ટરપ્રાઈઝ નામની અમારી એક કંપની છે. જેમાં અમે ફેશન શો કરીએ છીએ અમે પાર્ટીસીપેટને ચાન્સ આપવા માંગીએ છીએ જેથી તેઓ આગળ નીકળી પોતાનું નામ કરી શકે અને (ડાન્સ) માટે પણ એક સ્ટેજ મળે.અબતક સાથેની વાતચીત દરમિયાન ગૌરવ વડિયાસાએ જણાવ્યું હતુ કે આ ઈવેન્ટ કરવાનું કારણ લોકોને જાગૃતતા મળે અને પ્રોત્સાહન મળે એ માટે અમે ઈવેન્ટનું સરસ મજાનું આયોજન કરેલ છે. અત્યારે તેનું ફિનાલે ચાલી રહ્યું છે. અને પબ્લીક અને પાર્ટીસીપેટ તરફથી પણ સારો સપોર્ટ મળ્યો છે. આ ઈવેન્ટમાં ૧૦૦થી વધુ લોકોએ ભાગલીધો છે. અલક એન્ટરપ્રાઈઝ દ્વારા મિ. અને મિસ ગુજરાતનું આયોજન કરેલ છે. અને ગુજરાતમાં અને એમા પણ રાજકોટમાં ફેશન શો માટે જાગૃતતા લાવવા માગીએ છીએ આજે ૧૦૦ લોકોએ ભાગ લીધો હતો.