એક બાજુ જળ અભિયાનના તાયફાઓ અને બીજી બાજુ હળવદમાં પાણીનો બગાડ !
એક બાજુ રાજયમાં પાણી બચાવવા જળ અભિયાન ચલાવાઈ રહ્યો છે અને મોટા મોટા તાયફાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ પાણી માટે વલખાઓ મારે છે જયારે શહેરની મેઈન બજારમાં બેફામ પાણી વેડફાઈ રહ્યો છે. તો આ બાબતે પાલીકાના સદસ્યો ઘોર નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવી ચર્ચાઓ હળવદ શહેરમાં જોર પકડયુ છે.
હળવદની મેઇન બજારમાંથી છેલ્લા કેટલાય દિવસથી પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, ઉપરના વાસનો પાણી છેટ ધ્રાગધ્રા દરવાજા સુધી આવતા શહેરની મેઇન બજારમાં ભરઉનાળે ચોમાસા જેવો તાલ સર્જાય છે અને પાલીકા પાપે શહેરની મેઇન બજારમાં કીચડનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. આ બાબતે સ્થાનિક રહીશોએ હળવદ પાલીકાને અવારનવાર મૌખિક જાણ કરી હોવા છતાં પાલીકા તંત્ર આંખ આડા કાન કરે છે. પાલીકાના સતાધીશો જળ બચાવો અભિયાનના સમર્થનમાં છે કે નહીં ? તેવા સવાલો લતાવાસીઓમાં ઉઠવા પામ્યા છે.