માનસિક તાણ ઘટાડવાના વિવિધ ઉપાયોની અસરકારકતા ચર્ચાતી રહે છે. તાજેતરમાં સંશોધકોએ અભ્યાસ બાદ એવું તારણ મેળવ્યું છે કે, માનસિક તાણથી રાહત મેળવવામાં યોગાસનો અને બગીચાની કામગીરીઓ કરતા વધારે મેડિટેશન ઉપયોગી થાય છે.
બ્રિટનની યુનિ. ઓફ વેસ્ટમિન્સ્ટરની એક ટીમ ઉપરાંત અન્યસંશોધકોએ આઠ અઠવાડિયામાં ૯૮ જણના કરેલા અભ્યાસમાં આ બાબત જાણવા મળી હતી.
માનસિક તાણની બાદબાકી એટલે કે હેલ્ધી સ્ટ્રેસ રિસ્પોન્સનો અર્થ સવારે ઊંઘ ઊડે એ વખતની પ્રફુલ્લિતતાને આધારે સમજાય છે.
એ સ્થિતિ કોર્ટિઝોલ અવેકનિંગ રિસ્પોન્સ (CAR) તરીકે ઓળખાય છે.
દિવસ દરમ્યાન ઈઅછનું લો-લેવલ જળવાવું જરૂરી છે.
યોગના કારણે ઈઅછના લેવલમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. બગીચાનાં કામો કરનારના ઈઅછમાં ર૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.