વિજ્ઞાન ભૈરવનો સૌરાષ્ટ્રભરના અનુયાયીઓએ લીધો લાભ
આર્ટ ઓફ લિવિંગ દ્વારા રાજકોટમાં વિજ્ઞાન ભૈરવ યોજવામાં આવેલ હતું જેમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ હજારો સાધકો અને અનુયાયો ને શ્વાસ, મુદ્રા અને ધ્યાનની પદ્ધતિનું સમજણ આપ્યું હતું, કે જેથી જીવનમાં શાંતિ અને હકારાત્મકતા રહે. આ વિજ્ઞાન ભૈરવનું સમાપન થતા ભક્તોએ આધ્યાત્મિકતાનો અનુભવ કર્યો અને ગુરૂદેવજી નો પ્રેમભર્યો આભાર માનતા તેમને પ્રાર્થના કરી હતી કે તેઓ ફરીથી આવા અવસર અને તેમના સાનિધ્યનો લાભ આપે.
દ્વારકા મંદિરના પૂજારીએ ગુરુજીનું પ્રેમભર્યું સ્વાગત કર્યું હતું અને ભગવાન શ્રી દ્વારકાધીશ ની છબી આપી હતી.સૌરાષ્ટભર ના આર્ટ ઓફ લિવિંગ ના અનુયાયીઓ દ્વારા ગુરુજી નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને 5000 થી વધુ ભક્તો અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. શનિવારે યોજવામાં આવેલ વિજ્ઞાન ભૈરવમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ચક્રો પર ની ટેક્નિક સમજાવી હતી.
તેઓએ જણાવ્યું કે 109 ચક્ર છે અને તેમાથી 7 ચક્રો મુખ્ય છે અને પર ધ્યાન દેવા થી મન શાંત અને સ્થિર થઈ વર્તમાન માં આવી જાય અને જો આપણું મન શાંત અને હકારત્મક હોય તો આપણી આજુબાજુના વાતાવરણ પર તેનો પ્રભાવ પડે અને સરવાળે શાંતિ જળવાય. ગુરૂદેવજીએ સાધકો અને અનુયાયીઓને પોતાના જ્ઞાન દ્વારા આશિર્વાદ આપતા તેઓને આધ્યાત્મિકતા ની અનુભૂતિ કરાવી હતી.