ધ્યાન અને પ્રાર્થનામાં ફરક ફકત એટલો જ છે, કે ધ્યાનમાં બીજાને ભૂલવાનું છે. જયારે પ્રાર્થનામાં બીજાને યાદ કરવાનું છે. ધ્યાનમાં બીજાને ભલી સ્વમાં લીન થવાનું હોય છે. જયારે પ્રાર્થનામાં સ્વને ભૂલી જઈને બીજામાં લીન થવાનું હોય છે. ધ્યાન અદ્વેત છે. જયારે પ્રાર્થના દ્વૈત છે. ધ્યાન જ્ઞાન છે. જયારે પ્રાર્થના સંપૂર્ણપણે સમર્પણ છે.
સન્માનની ચાહનામાં અપમાનની સંભાવના રહેલી છે. જીતની આકાંક્ષામાં હાર છુપાયેલી સુખની ચાહનમાં દુ:ખની સંભાવના રહેલી છે. સુખની ચાહ સમાન બીજું કોઈ દુ:ખ નથી.
દુનિયામાં માણસો ઘણા મળશે. સારા પણ ઘણા મળશે. પણ મોટા હોવા ઉપરાંત સારા હોય એવા બહુ ઓછા મળશે.
જેમ જિંદગી માત્ર હાસ્યનો હિંડોળો નથી તેમ રૂદનનું રૂપકરણ નથી કે જે સહેલાઈથી રીઝી શકે વધુ ધનિક છે.