વિટામિન એ અને સી, ગ્લિસરીન, એન્ટી-તેટનસ સહિતની દવાઓમાં ભાવ ઓછા કરાશે
શરીરને સ્વસ્થ રાખવા માટે જે દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય તેના ભાવ નિયંત્રિત કરવા માટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા ઉત્પાદકોને ભાવ ઓછા કરવા જણાવ્યું છે. એટલું જ નહીં મુખ્ય દવાઓની સાથોસાથ જે સપ્લીમેન્ટ દવાઓ છે જેમાં વિટામિન એ તથા વિટામિન સી, ગ્લિસરીન, એન્ટી-તેટનસ દવાઓ હાલ મોંઘી દાટ મળી રહી છે ત્યારે તેની કોઈ વિકાસ સ્થિતિ ઉદ્ભવિત ન થાય અને જરૂરિયાત મંદ દર્દીઓ તેનું ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે આ સૂચન કરવામાં આવ્યું છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી નું માનવું છે કે આ તમામ સપ્લીમેન્ટ દવાઓનો ઉપયોગ દર્દીઓ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ તે મોંઘી દાટ હોવાના કારણે દર્દીઓ તેને ખરીદી શકતા નથી આ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોના સ્વાસ્થ્ય અને સ્વસ્થ રાખવા માટે એનપીપીએ દ્વારા દવા ઉત્પાદકોને સૂચન કર્યું છે કે તેઓ સપ્લીમેન્ટ દવાઓના ભાવ નિયંત્રિત કરે અને અંકુશમાં લઈએ જેથી મહત્તમ લોકો આ દવાઓનો ઉપયોગ કરી શકે.
તરફ ભારતમાં વિટામીન અને મિનરલ સપ્લીમેન્ટ દવાઓની માંગ દિન પ્રતિદિન વધી રહી છે અને કોરોના સ્થિતિ બાદ આ તમામ દવાઓની માંગમાં 30 થી 40 ટકાનો વધારો પણ નોંધાયો છે. વિટામિન અને મિનરલ દવાઓ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને તેનો લાભ પણ લોકોને ખૂબ સારા પ્રમાણમાં મળી રહ્યો છે.