સરકારે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સની નવી યાદી કરી જાહેર, યાદીમાંથી જૂની 26 દવાઓને દૂર કરી નવી 34 દવાઓ ઉમેરાય
કેન્દ્ર સરકારે ટીબી, એચઆઇવી, હેપેટાઇટિસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપવા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ લાગુ કરી હતી. તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે. આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે.
લગભગ સાત વર્ષ પછી અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી. તે 350 થી વધુ નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેમાં કુલ 384 દવાઓનો સમાવેશ થાય છે. તેમાંથી, 4 કેન્સરની દવાઓ સહિત 34 નવી દવાઓ છે. આમાંથી 26 દવાઓ પણ દૂર કરવામાં આવી છે. 2015ની યાદીમાં 376 દવાઓનો સમાવેશ થાય છે.
આ દવાઓ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કિંમતો કરતાં વધુ કિંમતે વેચી શકાતી નથી. આ સૂચિમાં કોવિડ દવાઓ અને રસીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી કારણ કે તે ફક્ત કટોકટીના ઉપયોગ માટે માન્ય છે. સૂચિમાંથી બાકી રહેલ દવાઓમાં રેનિટીડિન, બ્લીચિંગ પાવડર, વિટામિન સપ્લિમેન્ટ નિકોટિનામાઇડનો સમાવેશ થાય છે.
કિંમતમાં રાહત આપતી નવી યાદીમાં ડાયાબિટીક વિરોધી દવાઓ દા.ત. ટેનેલિગ્લિપ્ટિન, ઇન્સ્યુલિન ગ્લેર્ગિન ઇન્જેક્શન, એન્ટિબાયોટિક્સ દા.ત. મેરોપેનેમ, સેફ્યુરોક્સાઈમ, સામાન્ય દર્દ નિવારક દવાઓ અને અન્ય દવાઓ જેમ કે મોર્ફિન, આઇબુપ્રોફેન, ડીક્લોફેનાક, પેરાસીટામોલ, ટ્રામાડોલ, પ્રેડનીસોલોન, સાપના ઝેર માટે મારણ, કાર્બામાઝેપિન, આલ્બેન્ડાઝોલ, આઇવરમેક્ટીન, સેટીરિઝિન, એમોક્સિસિલિન, પેટન્ટેડ દવાઓ જેવી કે એન્ટિ-ટીબી દવાઓ બેડાક્વિલિન અને ડેલામેનિડ, એન્ટિ એચઆઇવી ડોલુટેગ્રાવીર, એન્ટિ હેપેટાઇટિસ સી ડાકલાટાસવીર, વ્યસન મુક્તિ માટેની દવાઓ જેમ કે બ્યુપ્રેનોર્ફાઇન, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, હ્રદયરોગ અને સ્ટ્રોકમાં ઉપયોગમાં લેવાતા દાબીગાત્રન અને ઈન્જેક્શન ટેનેક્ટે પ્લસ અને રોટાવાયરસ રસી સહિતની દવાઓ સમાવવામાં આવી છે.