સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ કારણસર અવાર નવાર વિવાદમાં આવે છે. ઓપીડી વિભાગમાં બીજા માળે આવેલા સ્કીન વિભાગની દવા બારીએ દર્દીઓની મોટી લાઇન હોવા છતાં દવા બારી પર ફરજ બજાવતા સ્ટાફ લાંબો સમય સુધી લટાર મારવા જતાં દર્દીઓને પારાવાર પરેશાની વેઢવી પડે છે.
દવા બારી પર ફરજ બજાવતી યુવતી લાંબો સમય સુધી બારી પર જોવા મળતી ન હોવાથી દર્દીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે ત્યારે તેઓ દર્દીઓ સાથે ઉધત વર્તન કરી ઝઘડા કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. સ્કીન વિભાગના જૂનિયર તબીબો દ્વારા બેદરકારીના કારણે સાધન કામગીરી દરમિયાન તુટી જતાં પોતાનાથી થયેલા નુકસાન અને ભુલ છુપાવવા તબીબો દ્વારા સાધનમાં ખામી બતાવી એક બીજાનો ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યાની પણ ફરિયાદ મળી છે.