બીટનો ઘેરો લાલરંગ જોઈને ઘણા લોકો માનતા હોય છે કે બીટ ખાવાનું હેલ્ધી છે, કેમ કે એનાથી હીમોગ્લોબિન વધે છે. અલબત્ત, એ વાત સાચી નથી.

બીટ ખાવાથી લોહી લાલ રંગનું નથી થતું, પરંતુ એમાં રહેલું નાઈટ્રેટ કમ્પાઉન્ડ મસલ્સના કોષોની એનર્જિનો ઉપયોગ કરવાની ક્ષમતા વધારે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એક્સેટરના રિસર્ચરોનું કહેવું છે કે બીટનો જ્યૂસ પીને દોડવાથી તમારો પર્ફોર્મન્સ બે ટકા જેટલો સુધરે છે. નાઈટ્રેટની અસર ટેમ્પરરી જ હોય છે એટલે એકાદ વાર પીવાથી એની લાંબી અસર ની રહેતી.

રિસર્ચરોનું કહેવું છે કે યંગસ્ટર્સમાં દોડવાની સ્પીડ વધારવા જેવું કામ બીટનો જ્યૂસથી થઈ શકે છે અને વયસ્કોમાં જેમને દાદરા ચડવામાં તકલીફ પડતી હોય તો એ ઘટે છે.

બીટનો રસ કમળો, હિપેટાઇટિસ, ઉબકા અને ઊલ્ટી સારવારમાં ઉપયોગી છે. બીટના જ્યુસમાં એક ચમચી લીંબુનો મિક્સ કરી આ રસ રોગીને પ્રવાહી ખોરાક

તરીકે આપી શકાય છે. અલ્સર ,ગેસ્ટ્રીકની સારવાર દરમિયાન નાસ્તા પહેલાં એક ગ્લાસ બીટના જ્યુસમાં એક ચમચી મધ નાખી પીવું .કબજિયાત અને હરસબીટના નિયમિત સેવનથી કબજિયાત ટાળી શકાય છે. તે હરસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.રાત્રે સૂતાં પહેલા એક ગ્લાસ કે અડધો ગ્લાસ જ્યુસ દવા તરીકે પીવાથી ફાયદેકારી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.