પરવાનગી વગર ફેક આઈડીબનાવી ફોટા વાયરલ કર્યા: સાઈબર ક્રાઈમમાં નોંધાતો ગુનો
અબતક,રાજકોટ
રાજકોટમાં સગીરાના નામે ઈન્સ્ટ્રાગ્રામ પર ફેંક આઈડી બનાવી પરવાનગી વગર ફોટો વાયરલ કરનાર મેડીકલ રિપ્રેઝન્ટેટીવની સાયબર ક્રાઈમે ગુનોનોંધી ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.સુત્રોના જણાવ્યા અનુસાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પર સગીરાના નામે ફેક આઈડી બનાવી ફોટો વાયરલ કરનાર મેડીકલ રિપ્રેઝન્ટેટીવ જય અનીલભાઈ રાઠોડ ઉ.22ની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછતાછ કરતા આરોપીને સગીરા સાથે બોલાચાલીના સંબંધ હોય પરંતુ કોઈ કારણ સગીરા તેને બોલાવતી ન હતી.જેથી તેને કરવા માટે આરોપીએ ફેક આઈડી બનાવી સગીરાના ફોટો વાયરલ કર્યા હતા. પોલીસે સગીરાની ફરિયાદ પરથી જય સામે ગુનો નોંધી તેની પૂછતાછ હાથ ધરી છે.