શહેરમાં કોરોનાની મહામારીને હળવી કરવામાં આઉટસોર્સિંગ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં મેડીકલના ન હોવા છતાં પણ મેડિકલ સજ્જ વોરીયર્સએ આવી કપરી સ્થિતિમાં રંગ રાખ્યો છે. દર્દીઓની સાર સંભાળ સાથે તેમના મજબૂત મનોબળને વધારી સાજા થવાના જુસ્સાને પણ બમણો કરી એક અગત્યની ભૂમિકા ભજવી છે.
શહેરમાં કોરોના વ્યાપ ઘટતો જાય છે તો સામે હવે લોકો, દર્દીઓ અને તેમની સારવાર અને માવજતમાં જોડાયેલા સ્ટાફનું મનોબળ પણ મજબૂત થતું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સાતફ અને સાથે સારવાર લાઇ રહેલા દર્દીઓ જુસ્સાથી વાયરસનો સામનો કરીને કોરોના સામે લડી રહ્યા છે. જેમાં હવે ’અબતક’ મીડિયા દ્વારા ઉઠાવામાં આવેલી “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું”ની મુહિમના પણ પડઘા પડી રહ્યા છે. લોકો હવે વાયરસથી ગભરાવવાના બદલે પોઝિટિવ અને પાવરફૂલ રીતે વાયરસનો સામનો કરી રહ્યા છે. ગુજરાતભરમાં હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સામે હવે રિકવરીરેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓ જુસ્સાભેર સારવાર મેળવીને ઝડપથી રિકવરી કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સ્ટાફ દ્વારા પણ “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું” મુહિમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે હવે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પણ ગભરાયા વગર અને મજબૂત મનોબળથી સારવાર લઈ રહ્યા છે.
બ્લડ અને અન્ય રિપોર્ટસમાં થતો ઘટાડો જોઈ રાહતનો શ્ર્વાસ લઈએ છીએ:
શ્રુતિ વાડોદરીયા (લેબ ટેક્નિશિયન)
રાજકોટ શહેરમાં કોરોના મહામારી બેકાબુ બની હતી અને કેસોમાં એકા એક વધારો તહ્યો હતો ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં અને અન્ય સ્થળોએ પણ કોરોના દર્દીઓની લાંબી કતારો સર્જાઈ હતી. આવા સમયે એમ.જે.સોલંકી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા મહામારીને પહોંચી વળવા માટે સ્ટાફ પૂર જોશથી દર્દીઓ માટે મહમારીમાં પણ પોતાનો જીવ જોખમમાં મૂકી ફરજ બજાવે છે ત્યારે અબતકની ખાસ વાતચીતમાં લેબ ટેક્નિશિયનના સ્ટાફે જણવ્યું છે પેહલા કરતા હવે સ્થિતિ સુધારતાની સાથે લોકો જાગૃત થયા છે જે પેલા રીપોર્ટસ કરવામાં આવતા તેમાં પણ ઘટાડો થયો છે થોડા સમય પેહલા દર્દી પોઝિટિવ આવી દાખલ થતા જ ગભરાઈ જતા હતા પણ હ્વર ડરી ને નહિ હિંમત થી કોરોનને હરાવે છે .હવે દર્દીઓનો ભીડ ઓછી થતી જોઈ અમારું મન પ્રફુલ્લિત થઇ છે અને સર્વ સ્ટાફ રાહત નો શ્વાસ લઈએ છીએ અને નજીકના દિવસોમાંજ કોરોના મુક્ત ગુજરાત થશે અને સાથે મળી કહીસુ “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું”
મહામારી સાથે મૃત્યુદરમાં પણ ભારે ઘટાડો: રાહુલ ઠાકોર (ડીસી પેકિંગ)
સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે. ત્યારે આઉટસોર્સિંગના સ્ટાફે પણ ’અબતક’ના અભિયાન “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું”ને સમર્થન આપ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દેડબોડી પેકીંગ અને સેનેટાઇઝિંગ વિભાગમાં કામ કરતા રાહુલ ઠાકરે જણાવ્યું હતું કે, હવે કોરોનાની મહામારી સાથે મૃત્યુદર પણ ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. એક સમય પર દર્દીઓના સંબંધીઓને જ્યારે મૃતદેહનું મોઢું બતાવાનું થતું ત્યારે હૃદય કંપી ઉઠતું હતું. પરંતુ હવે કોરોના કેસની સાથે મૃત્યુદરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
દર્દીઓમાં પણ હવે મનોબળ વધુ મજબૂત જોવા મળે છે: ગૌતમ નાગેરા (અટેન્ડેન્ટ)
સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કામ કરતા પેસેન્ટ એટેનડેન્ટ ગૌતમ નાગેરાએ જણાવ્યું હતું કે પહેલા જ્યારે દર્દીઓ દાખલ થતાં ત્યારે હિંમત હારી જતા હતા. પરંતુ હવે દર્દીઓમાં પોઝિટિવિટી જોવા મળી રહી છે. જેમાં હવે દાખલ થતાં દર્દીઓનું મનોબળ પણ વધુ મજબૂત લાગી રહ્યું છે. દર્દીને સાચવવા અને તેમની વડીલોની જેમ માવજત કરી સાર સંભાળ રાખવામાં અમને પણ આનંદ આવે છે. પહેલા દર્દીઓ માયુસ અને દુ:ખી રહેતા હતા. પરંતુ હવે દર્દીઓ પોતે પણ આનંદમાં પોતાની સારવાર લેતા જોઈ સ્ટાફને પણ વધુ જુસ્સો મળે છે. ’અબતક’ની મુહિમના કારણે અનેક દર્દીઓ હવે પોઝિટિવિટી તરફ વળી રહ્યા છે. “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું” સાચા અર્થમાં સાબિત થતું દેખાઈ રહ્યું છે.
કોરોનાથી ડરી ગયેલા દર્દીઓને સાંત્વના આપીયે છીએ: રાઘવન ધવ (સર્વન્ટ)
રાજકોટ શહેરમાં કોરોના મહામારી બેકાબુ બની હતી ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓઉટસોર્સીંગ સ્ટાફે જીવી રેડી દીધા છે.ત્યારે એમ.જે.સોલંકી ઓઉટસોર્સીંગના પેસન્ટ અટેન્ડન્સ અને સર્વન્ટનું કામ કરતા રાઘવન ધ્રુવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારી ડિસ્ચાર્જ થઇ કે મૃત્યુ પામે ત્યા સુધી અમે લોકો ફરજ બજાવ્યે છીએ. જેમાં જયારે કેસમાં વધારો આવ્યો હતો ત્યારે દર્દી દાખલ થઇ ત્યારે તેના પરિવારજનો થી દૂર થવાના કારણે ગભરાય જાય છે ત્યારે અમે તેમને અમારા પરિવાર માનીને સારવાર આપીયે છીએ. એક વાર મારી ખુદ સાથે જ એવો બનાવ થયો હતો જેમાં દર્દી કોરોનાથી ડરી જવાના કારણે મારે ઘરે જ જવું છે તેવું રટણ લગાવ્યું હતું હું સમજાવા જતા મારા હાથ પાર બટકા ભરવા લાગ્યો હતો તો પણ અમે તેના પર ગુસ્સો કાર્ય વગર પ્રેમથી સમજાવી દર્દીને શાંત કર્યું હતું પણ હવે કેસો ઘટ્યા છે. દર્દીઓની સંખ્યા ઘટી છે જેથી વેહલા સમયમાં કોરોના મુક્ત રાજકોટ નય પણ પૂરું ગુજરાત થશે અને સાથે કહીશુ કે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું.