જાપાનમાં ફ્યુચર ડેવલપમેન્ટ સેન્સર ટેકનોલોજીથી બનાવાય છે ક્લોથ
હવે વારંવાર હેલ્થ માટે અનેક ટેસ્ટ કરાવવા નહી પડે.
ચામડી પર પહેરી શકાય તેવા નાની સાઇઝના ક્લોથસનું સશોધન કરાયું છે.
સ્પોર્ટસના ખેલાડીઓ દર્દીઓની તપાસ અને સાયકોલોજીકલ સીગ્નલો પણ સેન્સર ટેકનોલોજીથી આસાન બન્યુ છે.
જાપાન સાયન્ટીસ્ટ ગૃપ દ્વારા એક એવા ક્લોથસનું સંસોધન કર્યુ છે. જે સેન્સર ટેકનોલોજી પર આધારીત છે. લાંબા સમય સુધી માણસની બોડીનું મોનીટરીંગ આ ટેકનોલોજીથી થઇ શકે છે.
સામાન્ય રીતે આજના યુગમાં માણસને કોઇને કોઇ હેલ્થને લગતી પ્રોબ્લેમ રહેતી હોય છે. ત્યારે તબીબો દ્વારા અનેક લેબોરેટરી ચેકઅપ અને એમ.આર.આઇ અને સોનોગ્રાફી કરાવવી પડતી હોય છે. જેમાં વધુમાં વધુ ખર્ચો કરવો પડે છે જ્યારે અલગ અલગ ટેસ્ટ માટે સમય પણ બગડે છે. અને ટેસ્ટના રીઝલ્ટ માટે રાહ જોવી પડે છે. જાપાનીઝ સાયન્ટીઝ ગૃપ દ્વારા વિકસાવવામાં આવેલ સેન્સર વિયરેબલ ક્લોથ શરીરમાં ઉત્પન્ન થતા કોઇપણ રોડ કે ચડચણને સેન્સ ઝડપી પાડે છે.
આ સેન્સર ક્લોથ એટલુ નાનુ હોય છે કે શરીરની ચામડી પર આસાનીથી લગાવી શકાય છે. અને પહેરવામાં પણ કમ્ફોર્ટેબલ છે. લાંબા સમય સુધી માણસની બોડીનું મોનીટરીંગ થઇ શકે છે.
મેડીકલ વીયરેબલ સેન્સ ક્લોથ દ્વારા બોડીમાં હાર્ટરેટ કોઇ ભયાનક બીમારી ઉત્પન્ન થતી હોય તેની માહિતી ઉપરાંત શરીરનું વજન વગેરેની માહિતી મળી શકે છે.
જ્યારે મોટા રોગની માહિતી માટે ચામડી પર લાંબા સમય સુધી આ ડીવાઇઝ પહેરી રાખવું પડે છે.
ટોક્યોની યુનિવર્સિટીના પ્રોફેસર ટકાઓ સોમેયાના જણાવ્યા અનુસાર આ અગાઉ ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ એન્જીનીયરીંગ રીસર્ચ ગૃપ એક ‘સ્ક્રીન પેચ’ વિકસાવ્યુ હતું. જેનાથી સ્પોર્ટસ અને મેડિકલની પ્રવૃતિઓનું એક અઠવાડીયાથી વધુ સમય પહેરી લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ દર્શાવતું હતું.
જ્યારે આ મેડિકલ વિયરેબલ ક્લોથ દ્વારા દર્દીને કોઇ પણ જાતની આડઅસર અને શારીરીક નુકસાની વગર રોગનું પરીક્ષણ હવે શક્ય બન્યું છે. ઉપરાંત એથલેટીક્સ સ્પોર્ટસના ખેલાડીઓના સાયકોલોજીકલ સીગ્નલ પણ તેને ટ્રેનિંગ અને પરફોમન્સ વગર સેન્સરથી જાણી શકાશે. ખરેખર આ સેન્સર ટેકનોલોજીથી મેડીકલ ક્ષેત્રને એક અલગ જ આસાન ઉપાય મળ્યો છે. જે સમાજને ઉપયોગી નીવડશે.