મેડિકલ કોલેજના ટીચીંગ સ્ટાફના પગાર ઘટાડા અને જૂની માંગણીઓના ઉકેલની

માંગણી કાને ન ધરતા 13મી એમેડિકલ કોલેજના શિક્ષકોની હડતાલનું એલાન

 

અબતક-રાજકોટ

ગુજરાતની સરકાર સંચાલિત મેડિકલ કોલેજ અને આઠ જી.એમ.ઇ.આર.એસ સંચાલિત કોલેજો ના ટચિંગ સ્ટાફે પગાર ખટારા અને જૂની માંગણીઓ મુદ્દે 13 મી ડિસેમ્બર હડતાલનું એલાન કર્યું છે

સરકારી મેડિકલ કોલેજના સ્ટાફનું સંગઠન ગુજરાત મેડીકલ એસોસિએશન દ્વારા જણાવાયુ છે કે ઘણા લાંબા સમયથી પગાર ઘટાડા અને જૂની માંગણીઓ સ્વીકારવાના મુદ્દે વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ભાવનગર જામનગર ની મેડિકલ કોલેજોમાં દેખાવ અને સરકારને આવેદનપત્ર મારફત માંગણીઓ માટે અનેકવિધ રજુઆતો કરવામાં આવી હતી જેમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાધ્યાપકો ને 25000થી 96000 પ્રતિ મહિના ની શ્રેણીના પગારદારોને સતતપણે પગાર કાપ નો સામનો કરવો પડે છે સરકારે પાંચેક મહિના સુધી ડી એ ચૂકવ્યું હતું પરંતુ  એ પણ બંધ કરવાનું નક્કી કર્યું છે અધ્યાપકોની કેટલીક માગણીઓ તો ખૂબ જ જૂની છે પરંતુ તેની સામે કોઈ પ્રતિભાવ મળતો નથી પ્રધ્યાપક ઓ એ એવો આક્રોશ વ્યક્ત કર્યો છે કે સરકારના નવા સુકાનીઓ મેડિકલ કોલેજના ટીચિંગ સ્ટાફની જૂની માંગણીઓ મુદ્દે ધ્યાન દેતા નથી ,સરકારે નવા તબીબોની નિમણૂકો અટકાવી દીધી છે અને કાયમી ભરતી કરવામાં આવતી નથી એસોસિએશન દ્વારા 13 ડિસેમ્બરથી માંગ પૂરી ન થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન કર્યું છે અને જે બી આર એસ મેડીકલ કોલેજના સ્ટાફને પણ સાથે લીધા હોવાની જાહેરાત કરી છે, આ વર્ષે જ ટિચિંગ સ્ટાફ દ્વારા હડતાલનું એલાન કરયું ત્યારે સરકારે તેમની માગણીઓ પૂરી કરવાની બાંહેધરી આપી હતી, જેમાં સાતમા પગાર પંચ મુજબના પગાર સહિતની માગણીઓનો સમાવેશ થતો હતો 13ડિસેમ્બર ની હડતાલ મેડિકલ અભ્યાસ અને આરોગ્ય સુવિધા અને અસલ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.