રાજયમાં ખાનગી કોલેજોમાં કુલ ૧૮ હજાર સીટો તો સરકારી મેડિકલ કોલેજમાં ફકત ૧૫૦૦ જ
મેડિકલનો અભ્યાસ કરવો હોય તો ખિસ્સા વધુ ખાલી કરવાની તૈયારી રાખજો. કારણકે, મેડિકલ શિક્ષણની ફીમાં વધારો થવાની શકયતા છે. મેડિકલ તેમજ પેરામેડિકલ સ્પેકટ્રમની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ ફીમાં ૧૦ થી ૩૦ ટકા સુધીનો વધારો કરવાની માંગ કરી છે. ખાનગી મેડિકલ કોલેજોમાં જયાં ૩૬૮૦ સીટો છે તેમાં ૪૫ હજારથી લઈ ૨.૫૫ લાખની વચ્ચે વાર્ષિક ફીમાં વધારો થઈ શકે છે.
હાલ પી.જી.મેડિકલની વાર્ષિક ફી ૮ લાખ છે. જેમાં રૂ.૧.૫ લાખનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, આયુર્વેદ, નર્સિંગ, ફિઝીયોથેરાપીની કુલ ૧૮ હજાર સીટો મેડિકલ કોલેજોની છે. સી.યુ.શાહ જેવી મેડિકલ કોલેજોમાં ફી ૩ લાખથી ૬ લાખ થઈ શકે છે. હેમંત શાહ જણાવે છે કે સાતમાં પગારપંચના ફુગાવાને કારણે અમે ફી વધારાની માંગ કરી છે.
જો કોલેજોની ફી રૂ.૪.૯૬ લાખ છે તેના માટે ૧૫ થી ૨૦ ટકા વધારાની માંગ કરવામાં આવી છે. રાજયમાં મેડિકલ માટે ૧૫૦૦ સરકારી સીટો જ છે જેમાં મેડિકલ માટે ૬ હજાર ફી તેમજ ડેન્ટલ માટે રૂ.૪ હજાર સુધીની ફી રાખવામાં આવી છે. મોટાભાગની સરકારી મેડિકલ સીટો ઉંચા મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓ ધરાવે છે માટે જો મેરીટ ટોપ ન હોય તો ખાનગી કોલેજોમાં હવે ઉંચી ફી આપવાની તૈયારી રાખવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com