જન આરોગ્ય સાથેથતાં ચેડા સામે જવાબદાર કોણ…? લોકોનો પ્રશ્ન
વાંકાનેર મા ઘણા બધા મેડીકલ સ્ટોર્સ આવેલાછે જેમા રજી.ફાર્માસીસ્ટ વગર મેડીકલ ચલાવી ન શકાય એવુ જાણવા મળી રહ્યુ છે જ્યાયેઅહી તો અમુક મેડીકલ મા જ ફાર્માસીસ્ટ બેસે છે બાકી ના સ્ટોર ફાર્માસીસ્ટ વગર ઘણાસમય થી ભગવાન ભરોસે ચાલે છે એવી લોક ફરીયાદ જાણવા મળે છે.વાંકાનેર મા મોટા ભાગેગામડા ના લોકો અભણ અને ભોળા માણસો હોય મેડીકલે દવા લેવા આવતા હોય ત્યારે(જ્યાફાર્માસિસ્ટ બેસે છે એ સિવાય ના)મેડીકલ વાળાઓ ગ્રાહકો ને પોતાની રીતે દવા આપીછેતરતા હોય છે.ક્યારેક તો ડોકટરે લખી આપેલ દવા ને બદલે બીજી કંપની ની પોતાને ફાયદોથાય એવી દવા આપી દર્દી ને છેતરતા હોવા ના કિસ્સા પણ સામે આવે છે,અમુક મેડીકલ મા એ ગ્રાહક ના વિશ્વાસ નેધરાઈ ને રગદોળી નાખવા મા આવે છે,કયારેક તો “બકરી કાઢતા ઊંટ પેઠ્યુ” જેવો ઘાટ સર્જાય છે તો અમુક સ્ટોરો માં સરકારે બાધિત કરેલ દવાઓ ખુલ્લેઆમ વેચી કાયદા નું ઉલ્લંઘન કરતા હોવાનુ પણ જોવા મળેછે.
ડોક્ટર ને ભગવાન સમાન ગણવા માં આવેછે એ ખરૂ પરંતુ ડોક્ટરે લખી આપેલ દવા મેડીકલ વાળા આપે તો જ અસર કરે ને !!? એ વાત એક ફાર્માસીસ્ટ જ સમજી શકે પરંતુજ્યા ફક્ત બે પાંચ વર્ષ નો અનુભવ લઈ ને બેસી ગયા હોય એમને શું ખબર પડે આમા ક્યારેક કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ ? એચિંતા નો વિષય છે તંત્ર જો આની યોગ્ય તપાસ કરી જરૂરી પગલા ભરે એવુ લોકમુખે ચર્ચાયછે.