દર્દીઓ ને ઇમરજન્સી માટે ૫ મેડિકલ ખુલ્લા રખાયા;૧૮૦ થી વધુ મેડિકલ બંધ રહ્યા
રાજ્ય ના કેમિષ્ટ અને ડ્રગીષ્ટ એસો. ના આદેશ ને પગલે ગઈકાલે મોરબી ના તમામ મેડિકલ સ્ટોર ધારકો આ સજ્જડ હડતાલ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો જોકે દર્દીઓ ની સુવિધા માટે ૫ જગ્યાએ મેડિકલસ્ટોર ખુલારાખવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્રારા પડતર પ્રશ્નો ન ઉકેલતા મેડિકલ સ્ટોર ધારકોની માંગણી પૂરી ન તા ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ અને ડ્રગીસ્ટસ એસો.નાં દેશવ્યાપી બંધના પગલે મોરબી શહેરનાં ૧૮૦ જેટલા મેડિકલ કેન્દ્રો બંધ રહ્યા હતા જ્યારે ૫ જેટલાં મેડીકલ સ્ટોર દર્દીઓને તાત્કાલિક દવાની જરૂરિયાત ધ્યાને લઇ ખુલ્લા રાખવામાં આવ્યા હતા.મોરબી કેમિસ્ટ એન્ડ દ્રગીસ્ટ એસો. દ્વારા ગેરકાયદે ઓનલાઇન દવાનું વેંચાણ, દવાનો ભાવવધારો, વિરોધીનીતિ સહિતની અનેક મુશ્કેલીઓને મુદ્દે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતાં ન હોય દવાબજાર બંધનું એલાન આપી લડત ને ટેકો આપ્યો હતો