કેન્દ્ર સરકારે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં મેડિકલ કોલેજોમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ માટે ૧૮૦૪ સીટો વધારી

કેન્દ્ર સરકારે શૈક્ષણિક સત્ર ૨૦૧૭-૧૮માં વિભિન્ન મેડીકલ કોલેજો અને હોસ્પિટલોમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન મેડીકલ કોર્સ માટે ૧૮૦૪ સીટો વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતને ૧૪૭ વધુ સીટો મળી છે. તેમાં પણ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાઘ્યાય મેડીકલ કોલેજને ૨૩ અને ભાવનગરની સરકારી મેડીકલ કોલેજને ૨૪ વધુ સીટો ફાળવાઇ છે.ગુજરાત ઉપરાંત, તમિલનાડુને ૨૧૭, ઉત્તરપ્રદેશને ૨૦૯, મહારાષ્ટ્રને ૨૦૪ અને દિલ્હીને ૧૫૯ સીટો પ્રાપ્ત થઇ છે. જે ગુજરાતને મળેલી સીટો કરતા વધુ છે. ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડીકલ કોર્સ માટે ૧૦૦ થી વધુ સીટો ફાળવવાની એમસીઆઇની મંજુરી બાદ વર્ષ ૨૦૧૦ પછી પ્રથમવાર વધારો કરવામાં આવ્યો છે. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ (એમસીઆઇ) સરકારી મેડીકલ કોેલેજોમાં ૯૪ સીટો અને ખાનગી મેડીકલ કોલેજોમાં ૫૩ સીટો વધુ કરવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રને સૌથી વધુ સીટો પ્રાપ્ત થઇ છે.સુરતની બે કોલેજોને ૧૫ વધુ પીજી સીટો મળી છે. આ ઉપરાંત ગુજરાતમાં એમબીબીએસની સીટોમાં પણ ઘણોખરો વધારો કરાયો છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં એમસીઆઇએ અમદાવાદના ચંદખેડામાં આવેલી સુમનદીપ મેડીકલ કોલેજ જેવી અમુક નવી કોલેજોમાં સીટો વધારવાની મંજુરી આપવાની ના પાડી દીધી છે. ક્લિનીકલ વિષયોમાં પીજી સીટોમાં વધારાની જ‚રતને ઘ્યાનમાં રાખીને સરકારે ગર્વમેન્ટ મેડીકલ કોલેજોમાં ક્લિનીકલ વિષયોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.