અબતક, રાજકોટ
પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજમાં એડમિશન માટે જરૂરી એવી નીટની પરીક્ષા અંગે ઊભી થયેલી અવઢવ ની પરિસ્થિતિ નો આજે સુખદ અંત આવ્યો છે ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કેટલીક ટેકનિકલ અને સીટી અને એમબીબીએસના વિદ્યાર્થી ઓએ પરીક્ષા ભરવા અંગેની મુશ્કેલી ને લઈને સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા મુલતવી રાખવાની માગણી કરી હતી તે અનુસંધાને ઉભી થયેલી પરિસ્થિતિને લઈને પી.જી નીટની પરીક્ષા છ થી આઠ અઠવાડિયા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
મેડિકલની પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ માટેની પરીક્ષા અંગે ઉભી થયેલી
અવઢવ વચ્ચે પરીક્ષાની તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં રાહત
પરીક્ષા માટે તૈયારી કરી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ માટે હવે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રાહત ફેલાઇ છે , દરમિયાન ગઈકાલે મેડિકલ ના પોસ્ટ ગ્રેજ્યુએશનની એન્ટ્રન્સ ટેસ્ટ નિટ ની પરીક્ષા 21મી મે લેવાશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. કાલે જે જાહેર કર્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ મે જૂન મહિનામાં નોન એક્સે મપ શન અને ઈન્ટરશિપ ના કારણે પરીક્ષા ભરી શકે તેમ ન હતા પરિક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા ની પ્રક્રિયા ચોથી ફેબ્રુઆરીએ બંધ કરી દેવામાં આવી હતી .
હવે તે મારચ 25 બપોરે11:55 સુધી ચાલુ રહેશે.25મી જાન્યુઆરીએ છ જેટલા એમબીબીએસ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં માં પીજી ની પરીક્ષા મુલતવી રાખવાની અરજી કરી હતી ઈન્ટરશિપ ના કારણે આ વિદ્યાર્થીઓ પરીક્ષા ભરી શકે તેમ ન હતા ગઈકાલે છ થી આઠ અઠવાડિયા પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી હવે પી જી ની એન્ટ્રન્સની પરીક્ષા 21મે યોજાશે.